Sun,17 November 2024,1:12 pm
Print
header

રવિવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 20 હજાર પ્રવાસીઓ ઉમટ્યા, પૈસા કપાયા પણ ટિકીટ ન મળતા હોબાળો

કેવડિયાઃ કોરોનાની સ્થિતી થોડી સામાન્ય થતા જ લોકો હવે પ્રવાસન સ્થળોએ ઉમટી રહ્યાં છે આજે રવિવારે સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાસે અંદાજે 20 હજાર પ્રવાસીઓની ભીડ થઇ હતી,જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોના ધજાગરા જોવા મળ્યાં હતા. 

એક સાથે એક જ દિવસમાં 20 હજાર પ્રવાસીઓ આવતા ટિકીટનું સર્વર પણ ખોટકાયું હતુ અનેક પ્રવાસીઓએ પૈસા ભર્યા હોવા છંતા તેમને ટિકીટ ન મળતા અહીં હોબાળો થયો હતો. પ્રવાસીઓનો આરોપ છે કે ઓનલાઇન પૈસા ભર્યા હોવા છંતા અમને ટિકીટ મળી નથી જેથી અમારે ધક્કો ખાવાનો વારો આવ્યો છે. જો કે પોલીસ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ લોકોમાં આક્રોશ એટલા માટે હતો કે તેઓ દૂર દૂરથી અહીં ફી ભરીને આવ્યાં હોવા છંતા તેમને ટિકીટ મળી ન હતી.જો કે પ્રવાસીઓને પછીથી ઓફલાઇન ટિકીટ અપાઇ હતી. અગાઉ પણ નકલી ટિકીટ બુક મામલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વહીવટી તંત્ર વિવાદમાં આવ્યું હતુ, પૈસાની ઉચાપતને લઇને પણ હોબાળો થયો હતો અને હવે ફરીથી પ્રવાસીઓએ અહીં હેરાન થવાનો વારો આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch