Sun,17 November 2024,5:56 pm
Print
header

ગુજરાતમાં ધોરણ-10 નું પરિણામ જાહેર, જાણો વધુ વિગતો

ગાંધીનગરઃ કોરોનાની સ્થિતીમાં રાજ્ય સરકારે ધોરણ-10ના લાખો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે જેમાં આજે ધોરણ-10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે, આ પરિણામ અગાઉના વર્ષના મેરિટને આધારે બનાવાયું છે, જેમાં 8 લાખ 57 હજાર 204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. GSEBની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાયુ છે અને આ રિઝલ્ટ માત્ર શાળાઓ જ જોઇ શકે છે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે.

1 લાખ 73 હજાર 732 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપીને પાસ કરાયા છે 17 હજાર 186 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ મળ્યો છે. 57 હજાર 362 વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ અપાયો છે એક લાખ 973 વિદ્યાર્થીઓને બી-1 અને 1 લાખ 50 હજાર 432 વિદ્યાર્થીઓને બી-ટુ ગ્રેડ અપાયો છે.

કોરોનાની સ્થિતીને કારણે ધોરણ-10 ના 8.60 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુ અને પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે કોઇ વિદ્યાર્થીને આ પરિણામથી સંતોષ ન હોય તો તેમના માટે પરીક્ષાનો વિકલ્પ પહેલાથી અપાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch