અમદાવાદઃ બાળકોને મોટા કરવા પિતાએ બીજા લગ્ન કર્યાં, પરંતુ સાવકી માતાએ જેવું જ પતિનું મોત થયું પુત્રના નામે રુપિયા ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું. આ વાત પુત્રને ખબર પડતાં માતાએ તેના મિત્રને મહારાષ્ટ્રથી બોલાવીને પુત્રની હત્યા કરવા નાખી છે. ત્યાર બાદ લાશને સળગાવીને તેના અવશેષો કોથળામાં સંતાડીને ફેંકી દીધા હતા. આ પ્રકરણમાં અમદાવાદ જિલ્લા પોલીસે હત્યાના ગુનામાં માતાની ધરપકડ કરી છે. અગાઉ આ મહિલાએ પોતાના સગા દીકરાની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે.
કણભા ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો 23 વર્ષીય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી.પોલીસે તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના ઘેરામાં આવી હતી, જેથી પોલીસે એની ઊલટતપાસ કરી હતી,જાણવા મળ્યું હતું કે તેણે જ અન્ય ત્રણ ઈસમો સાથે મળીને હાર્દિકની હત્યા કરી નાખી છે અને મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો.એક કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં મળી આવી છે. આ હત્યા કેસનો ભેદ ખૂલી ગયો છે, હત્યા કરનાર સાવકી માતા ગૌરી પટેલની ધરપકડ કરી છે. ગૌરીએ નાસિકથી તેના ત્રણ મિત્રોને બોલાવ્યાં હતા, હાર્દિકની હત્યા કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધી હતી.
આરોપી મહિલાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે હાર્દિકના પિતાએ હાર્દિક સચવાય તે માટે બીજા લગ્ન કર્યાં હતા. પિતા રજનીભાઇ પટેલ તેમનાં બે સંતાનોને સાચવવા માટે સાત વર્ષ પહેલાં નાસિકમાં રહેતી ગૌરી સાથે ફૂલહાર કરીને લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ ગૌરી રજનીભાઇ અને બે પુત્ર હળીમળીને રહેતાં હતા, પરંતુ થોડા સમય પહેલાં રજનીભાઇનું મૃત્યુ થઇ ગયું હતું અને ત્યાર બાદ માતા અને બે પુત્રો સાથે રહેતા હતા. આ મહિલાએ સંબંધીઓ પાસેથી 25થી 30 લાખ રૂપિયા ઉઘરાવ્યાં હતા. હાર્દિકને રૂપિયા જોઇએ છે એમ કહીને સંબંધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યાં હતા. હાર્કિદને આ વાતની જાણ થતાં તેને ગૌરીને ઠપકો આપ્યો હતો. મારા નામ પર રૂપિયા નહીં ઉઘરાવવાનું કહ્યું હતું.
માતાએ હાર્દિકનું પત્તું કટ કરવા માટે નાસિક ફોન કરીને હાર્દિકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. નાસિકમાં રહેતા તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત કહી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. નાસિકથી ત્રણ શખ્સ કણભા આવ્યાં હતા, જ્યાં તેમને હાર્કિદને બપોરે ગળેટૂંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો હતો, બાદમાં તેના પગને દોરીથી બાંધી દીધા હતા અને લાશને કોથળામાં પેક કરીને ચાર કલાક સુધી તેની પાસે બેસી રહ્યાં હતા.
તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી મહિલાએ થોડાં વર્ષો પહેલાં તેના સગા પુત્રની પણ હત્યા કરી હતી, જે બાબતે નાસિક પોલીસે તેને પકડીને જેલમાં મોકલી દીધી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યા, પીડિતોના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી | 2024-11-17 09:31:46
ત્રણ દેશોના પ્રવાસ વચ્ચે નાઈજીરિયા પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
સ્વેટર અને ધાબળા તૈયાર રાખજો! જાણો હવામાન વિભાગે શું કહ્યું? | 2024-11-17 08:52:54
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08