Iran Earthquake: ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. રઝાવી ખોરાસાન પ્રાંતના કાશ્મીર કાઉન્ટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના સમાચાર છે, જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
ઇમારતો અને રસ્તાઓને નુકસાન
ભૂકંપ બાદ લગભગ 35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂકંપના કારણે કેટલીક ઈમારતો તેમજ અનેક રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું છે. આ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં પણ ઈરાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે 500 થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.
2003માં મોટાપાયે વિનાશ થયો હતો
ઈરાનમાં દર વર્ષે સરેરાશ 10,000 નાના-મોટા ભૂકંપ આવે છે. વર્ષ 2003માં ઈરાનના બામ શહેરમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. પછી ભૂકંપથી શહેરનો નાશ થયો હતો. ઘણા લોકો મૃત્યું પામ્યાં હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં, જાણો- ઈઝરાયેલે શું કહ્યું? | 2024-09-19 09:10:42
બિહારઃ જ્યાં પહેલા મકાનો હતા ત્યાં હવે રાખ બચી છે... દલિત કોલોનીમાં લાગી આગ, લોકોએ ડરમાં વિતાવી રાત | 2024-09-19 08:58:15
US Elections 2024: આગામી સપ્તાહે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ચૂંટણી પ્રચારમાં થઈ જાહેરાત- Gujarat Post | 2024-09-18 11:36:42
લેબનોન પેજર બ્લાસ્ટમાં 9 લોકોનાં મોતથી ઇઝરાયેલ સામે હિઝબુલ્લા લાલઘૂમ, ઈરાનના રાજદૂત પણ બન્યાં બ્લાસ્ટનો શિકાર | 2024-09-18 09:03:02
આફ્રિકન દેશમાં મોતનો તાંડવ, ઉત્તર-પૂર્વ કોંગોમાં સશસ્ત્ર જૂથોનાં હુમલામાં 20 લોકોનાં મોત | 2024-09-18 08:23:40