Mon,18 November 2024,2:12 am
Print
header

ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વાલી મંડળની માંગણી

ધોરણ 10 અને 12 પરીક્ષા પણ જૂન મહિનામાં લેવા માટે શિક્ષણ વિભાગને કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે શિક્ષણ ક્ષેત્રને પણ વિપરિત અસર થઇ છે. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે મુખ્યમંત્રી અને ગુજરાતના શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે હજુ મે મહિના સુધી શિક્ષણને લગતી કામગીરી પણ ચાલુ થવાની શક્યતા ખુબ જ ઓછી છે સાથે જ ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ જૂન મહિનામાં લેવી જરુરી છે. 

ઓલ ગુજરાત વાલી મંડળના નરેશ શાહે કહ્યું કે ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક વર્ષ જૂન મહિનામાં શરુ થતુ હોય છે ત્યારે હાલની સ્થિતિ મુજબ આ શક્ય નથી માટે માસ પ્રમોશન આપવામાં આવે તે જરુરી છે. જેથી શૈક્ષણિક વર્ષના 240 દિવસના શૈક્ષણિક કેલેન્ડર મુજબ શિક્ષણ આપી શકાય સરકાર વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં કોઇ ચોક્કસ નિર્ણય લે તે જરુરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch