Thu,14 November 2024,10:45 pm
Print
header

ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા તમામ 5 લોકોનાં મોત, સબમરીનનો કાટમાળ મળ્યો

ટાઈટેનિકનો કાટમાળ જોવા જનારા પ્રવાસીઓને લઈ જતી સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોનાં મોત થયા છે. સબમરીન ઓપરેટિંગ કંપની ઓશન ગેટે આ મુસાફરોના મોતની પુષ્ટિ કરી છે. સબમરીનમાં સવાર તમામ 5 લોકો ઐતિહાસિક ટાઇટેનિકના ડૂબેલા કાટમાળને જોવા ગયા હતા. આ દરમિયાન સબમરીન ગુમ થઈ હતી.રવિવારથી ગુમ થયેલી આ સબમરીનને શોધવા માટે ઘણા દેશોએ સાથે મળીને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. ગઈકાલે આ સબમરીનમાં 9 કલાક ચાલે એટલો ઓક્સિજન બચ્યો હતો તે પણ પૂરો થઇ ગયો હતો.

સર્ચ ટીમને સબમરીનનો કાટમાળ મળ્યો

18 જૂનના રોજ આ સબમરીન ટાઈટન પ્રવાસ માટે નીકળી હતી, પરંતુ શરૂઆતના 2 કલાકમાં જ સંપર્ક તૂટી ગયો હતો. ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર સર્ચ ટીમને ટાઇટેનિક જહાજ પાસે ગુમ થયેલી સબમરીનનો કાટમાળ મળ્યો છે. યુએસ કોસ્ટગાર્ડના જણાવ્યાં અનુસાર સબમરીનનો કાટમાળ મળ્યાં બાદ નિષ્ણાતોની ટીમે તપાસ શરૂ કરી હતી. સબમરીનનો ભંગાર કેનેડાના જહાજ પર તૈનાત માનવરહિત રોબોટે શોધી કાઢ્યો છે. ટાઇટન સબમરીન પર સવાર પાંચેય લોકો જાણીતા અબજોપતિ હતા. તેમાં ઓશન ગેટના સીઈઓ સ્ટોકટન રશ, પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, હેમિશ હાર્ડિંગ અને પોલ હેનરી નરગીયોલેટનો સમાવેશ થાય છે.

સબમરીન 18 જૂને પ્રવાસે ગઈ હતી

18 જૂનના રોજ અમેરિકન કંપની ઓશનગેટની આ સબમરીન ટાઇટેનિકના કાટમાળને બતાવવા માટે તેની યાત્રા પર નીકળી હતી. ટાઇટેનિકની ટૂર ભંગાર સુધી પહોંચવામાં આઠ કલાકનો સમય લે છે, ટાઇટેનિકના કાટમાળ સુધી પહોંચવામાં બે કલાક લાગે છે. ચાર કલાક સુધી સબમરીન ભંગારની આસપાસનો નજારો બતાવે છે, ત્યારબાદ તેને પરત ફરવામાં લગભગ બે કલાક લાગે છે.

સર્ચ ઓપરેશનમાં ઘણી મુશ્કેલી પડી હતી

300 ચોરસ કિલોમીટરના દાયરામાં આ સબમરીન માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું હતું. 22 ફૂટ લાંબી અને 9 ફૂટ પહોળી આ સબમરીનનો રૂમ 8 ફૂટનો હતો. જેમાં 5 લોકો બેઠા હતા.મુસાફરો પાણીની અંદરની ગતિવિધિઓ જોઈ શકે છે.

શોધ સરળ ન હતી

આ સબમરીનને શોધવા માટે તપાસકર્તાઓએ રાત-દિવસ એક કર્યાં હતા. તેને શોધવું એટલું સરળ ન હતું. યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું કે તે ખૂબ જ મુશ્કેલ કામગીરી હતી. આ સર્ચ ઓપરેશનમાં સર્ચ ટીમ માટે સૌથી મોટી સમસ્યા પાણીમાં વિઝિબિલિટી હતી.કારણ કે પ્રકાશ પાણીની અંદર ઊંડે સુધી પ્રવેશી શકતો નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch