Fri,15 November 2024,7:29 am
Print
header

ભારતે સુદાનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા શરૂ કર્યું ઓપરેશન કાવેરી, હિંસામાં 420 લોકો માર્યાં ગયા

નવી દિલ્હીઃ સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા કેન્દ્ર સરકાર દ્વારા 'ઓપરેશન કાવેરી' શરૂ કરવામાં આવ્યું છે. લગભગ 500 ભારતીયો સુદાન પોર્ટ પર પહોંચી ગયા છે,જ્યારે વધુ નાગરિકો રસ્તામાં છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું, 'અમારા જહાજો અને વિમાન તેમને ઘરે પાછા લાવવા માટે તૈયાર છે. અમે સુદાનમાં અમારા તમામ ભાઈઓને મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

અગાઉ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતે બે C-130J લશ્કરી પરિવહન વિમાનને ઉડવા માટે તૈયાર રાખ્યા છે અને ભારતીય નૌકાદળનું એક જહાજ આ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ બંદર પર પહોંચી ગયું છે. ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે આકસ્મિક યોજનાઓ તૈયાર રાખવામાં આવી છે.

ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભાગીદારો સાથે વાત કરી

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત દરેક પ્રયાસ કરી રહ્યું છે.અમે સુદાનની સ્થિતી પર નજીકથી નજર રાખી રહ્યાં છીએ. અમે સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા તમામ પ્રયત્ન કરીશું.

સુદાનમાં હિંસામાં 420 લોકો માર્યાં ગયા, હજારો ઘાયલ થયા

ડબ્લ્યુએચઓએ રવિવારે સુદાનના આરોગ્ય મંત્રાલયની એક પોસ્ટને રીટ્વીટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીની હિંસામાં 420 લોકો માર્યા ગયા છે અને 3,700 ઘાયલ થયા છે. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને જણાવ્યું હતું કે તમામ યુએસ કર્મચારીઓ અને તેમના પરિવારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં છે અને ખાર્તુમમાં યુએસ એમ્બેસીની કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. 15 એપ્રિલે, સુદાનની રાજધાની ખાર્તુમ અને સુદાનના અન્ય વિસ્તારોમાં આર્મી ચીફ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાનના વફાદાર દળો અને નાયબ હરીફ મોહમ્મદ હમદાન ડાગલોની વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ત્યાર બાદ અહીં ગૃહયુદ્ધને લઇને સ્થિતી તંગ બની છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch