Fri,20 September 2024,6:14 pm
Print
header

સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારા પકડાયા, ચંદીગઢમાં છુપાયા હતા આરોપીઓ

જયપુરઃ રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં  પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન પોલીસે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશનમાં ચંદીગઢથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ચંદીગઢના સેક્ટર 22માંથી આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. 

વીરેન્દ્ર ચહાનના ઈશારે હત્યા

શૂટર રોહિત અને ઉધમને દિલ્હી લવાયા છે. રાજસ્થાન પોલીસ શૂટર નીતિન ફૌજીને પોતાની સાથે લઈ ગઈ છે. આ હત્યા વીરેન્દ્ર ચહાનના કહેવાથી કરવામાં આવી હતી. હત્યા કર્યાં બાદ આ શૂટરો તેની સાથે સતત વાત કરતા હતા.

રામવીર સિંહની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી

આ પહેલા શનિવારે જયપુર પોલીસે ગોગામેડીની હત્યાના સંબંધમાં હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી રામવીર સિંહની ધરપકડ કરી હતી. 5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીને બે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ દ્વારા જયપુરમાં તેમના ઘરે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. રામવીર સિંહે આ બંને શૂટરો માટે જયપુરમાં તમામ વ્યવસ્થા કરી હતી. નીતિન ફૌજી અને તેના સાથીઓએ 9 નવેમ્બરે મહેન્દ્રગઢના સદર પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કર્યો હતો અને પછી ફરાર થઈ ગયા હતા.

ક્રોસફાયરમાં એક શૂટર માર્યો ગયો

19 નવેમ્બરે નીતિન ફૌજીએ તેના મિત્ર રામવીર સિંહને તમામ વ્યવસ્થા કરવા માટે જયપુર મોકલ્યો હતો. 5 ડિસેમ્બરે ગોગામેડી ઉપરાંત એક શૂટર નવીન શેખાવત ગોળીબારમાં માર્યો ગયો હતો. ગોગામેડીની હત્યા બાદ જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આરોપીઓના એન્કાઉન્ટરની માંગ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં પોલીસે બંને શૂટર્સ તેમજ તેમના મદદગાર રામવીરની ધરપકડ કરી છે.

અંધાધૂંધ ગોળીબારથી ગોગામેડીનું મોત

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં માર્યાં ગયા હતા. પોલીસના જણાવ્યાં અનુસાર રામવીરે જયપુરમાં નીતિન ફૌજી માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. તે બંને મિત્રો છે. ઘટના બાદ રામવીર આરોપી નીતિન અને રોહિતને મોટરસાઈકલ પર લઈને બગરુ ટોલ પ્લાઝાથી આગળ ગયો અને રાજસ્થાન રોડવેઝની બસમાં બેસાડી દીધો હતા

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch