Sun,17 November 2024,1:14 pm
Print
header

ગુજરાતના આ શહેરમાં ધોરણ 10નો વિદ્યાર્થી થયો કોરોના પોઝિટિવ, વાલીઓની ચિંતા વધી

પ્રતિકાત્મક ફોટો 

સુરતઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા સ્કૂલો પણ શરૂ કરવામાં આવી છે. એવામાં સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર-5માં ધોરણ- 10 ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને કારણે પાલિકાએ તાત્કાલિક આ શાળા બંધ કરાવી દીધી છે, વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓમાં ચિંતા વધી છે. શાળામાં વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યાં છે. દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઈસોલેટ કરાયો છે.

તેના વર્ગખંડમાં અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યાં છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ સુરતમાં શાળા શરૂ થતા જ એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર દોડતું થઈ ગયું છે. શહેરની કોઈ પણ સ્કૂલમાં એક પણ કેસ નોંધાતા શાળા બંધ કરાશે તેવો મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. ત્યારે વાલીઓએ પણ પોતાના સંતાનોને કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવું જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch