Sat,21 September 2024,3:16 am
Print
header

પોલીસ કે પાસ ગયા તો તેરે બચ્ચે કો... સુરતમાં અપહરણ થયેલા 12 વર્ષના અમરેન્દ્રનો મૃતદેહ મળી આવ્યો

સુરતઃ કામરેજ તાલુકામાં ત્રણ દિવસ પહેલા સગીરનું અપહરણ કરીને ખંડણી માંગ્યાની ઘટના સામે આવી હતી. આરોપી સગીરના અપહરણ બાદ ઉંભેર ગામની સીમમાં ઝાડી જાખડામાં તેનો મૃતદેહ ફેંકી દઈ ફરાર થઇ ગયા છે. 12 વર્ષના વર્ષના સગીરના અપહરણ બાદ તેના માતા-પિતા પાસે રૂ. 15 લાખની ખંડણી માંગી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સગીરનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદનો માહોલ છે. સુરત પોલીસને બે દિવસ સુધી સગીરની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ નિરાશા હાથ લાગી છે. ખંડણી મામલે પોલીસે એક આરોપીને ઝડપીને પૂછપરછ હાથ ધરી છે.

સુરતના કડોદરા વિસ્તારની શિવમ સોસાયટીમાં સુધીર મહંતો નામના વ્યક્તિ રહે છે. જેઓ ડ્રાઈવીંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 12 વર્ષીય અમરેન્દ્ર ઉર્ફે શિવમ મહંતો નામનો દીકરો હતો. 8 તારીખના રોજ સુધીર મહંતો ટેમ્પો લઈ ઘરે પહોંચ્યા ત્યાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અપહરણ કરનાર ઇસમે તેમનો દીકરો ઘરે આવ્યો કે નહીં તેમ પૂછ્યું હતું. જે બાદ પિતાએ નહિ આયા તેમ જણાવ્યું હતું. અપહરણ કરનારને ફરીથી ફોન કરીને ધમકી આપી હતી કે તુમ્હારા લાડકા ઘર નહીં આએગા તુમ મુજે પૈસે દોગે તો લડકા આયેગા ઔર પોલીસ મેં જાયેગા તો તુમ્હારા લડકા નહીં આયેગા.

સગીરના પિતાએ આ વાત સાંભળીને આસપાસ શિવમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પિતાને તેમનો પુત્ર મળ્યો ન હતો. ત્યાર બાદ ફરીથી અપહરણકર્તાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતુ કે પોલીસ કે પાસ ગયા તો તેરે બચ્ચે કો માર ડાલુંગા, મેરે આદમી તેરે પીછે લગે હુએ હૈ સુબહ તક 15 લાખ કી વ્યવસ્થા કર દેના" તેવુ કહી ફોન કાપી નાખ્યો હતો.

પરિવારે પોલીસને જાણ કરતા આસપાસના વિસ્તારને કોમ્બિંગ કરીને સગીરની શોધખોળ હાથધરી હતી.અપહરણકર્તાઓ પોલીસ પકડમાં આવી જશે તેવા ડરથી બાળકની હત્યા કરીને કામરેજ તાલુકાના ઉંભેર ગામની સીમમાં ઝાડી જાખડામાં તેનો મૃતદેહ ફેંકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે સમગ્ર અપહરણના ગુના એક રીક્ષા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે.અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch