Mon,18 November 2024,3:14 am
Print
header

સુરતમાં કોરોનાનું તાંડવ, 13 વર્ષના બાળકનું કોરોનાથી મોત થતાં ભયનો માહોલ

સુરતઃ સુરતમાં સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ બે અસરગ્રસ્ત શહેરોમાં સુરત અને અમદાવાદ છે. સુરતમાં એક 13 વર્ષના બાળકનું કોરોનાથી મોત થઇ ગયું છે. જેને લઈને હડકંપ મચી ગયો છે. આ બાળકમાં કોરોનાના કોઈ લક્ષણ પણ જોવા મળ્યાં ન હતા. 

મળતી વિગત પ્રમાણે, મોટા વરાછાના મહારાજા ફાર્મ પાસે આવેલા ભવાની હાઇટ્સમાં રહેતા ભાવેશભાઈ કોરાટનો 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાના જે સામાન્ય લક્ષણો હોય છે એવા કોઈ નહોતા અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલે લઈ જવાયો હતો.તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો છે જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતા સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો. જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

સોમવારે સુરતમાં કોરોનાના નવા 788 કેસ સામે આવ્યાં હતા.જે પૈકી 185 કેસ જિલ્લામાંથી સામે આવ્યાં હતા. સોમવારે કોરોનાથી 7 મોત નોંધાતા કોરોનાનો કુલ મૃત્યુ આંક 1203 પર પહોંચી ગયો છે. 678 લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. જેને પગલે સાજા થનારાઓની કુલ સંખ્યા 63597 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં 3853 એક્ટિવ કેસ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch