Sun,17 November 2024,12:19 am
Print
header

સુરતઃ ઓમિક્રોનના ફફડાટને લઈને UK સહિત 13 દેશોમાંથી આવેલા 351 મુસાફરોને કરાયા કવોરન્ટાઈન

(File Photo)

સુરતઃ દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં ફફડાટ ફેલાઇ ગયો છે.  મોદી સરકાર પણ આ નવા વેરિઅન્ટને લઈને સતર્ક બની છે દરેક રાજ્યોને કડક પગલાં લેવાની સૂચના આપી દીધી છે. કેંદ્રની સૂચના બાદ સુરત મહાનગર પાલિકા પ્રશાસન પણ એલર્ટ થયું છે.

છેલ્લા 15 દિવસમાં યુકે સહિત 13 દેશોમાંથી સુરતમાં આવેલા યાત્રીઓની સંખ્યા વધીને 351 થઈ ગઈ છે.જેમાંથી જ્યાં નવા વેરિયેંટના વધુ કેસ છે તેવા 9 પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાથી આવ્યાં છે. સુરત મહાનગર પાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે. જે પૈકી 78 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.જેમનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. અન્ય મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જો રિપોર્ટ પોઝિટીવ આવશે તો સેમ્પલના જિનોમ સિક્વસિંગ કરવામાં આવશે.  

કેંદ્ર સરકારની સૂચના બાદ સુરત મનપાએ વિદેશ કે અન્ય રાજ્યમાંથી આવેલા અને કોરોના પોઝિટીવ હોઈ તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવા અપીલ કરી છે. કોરોનાની બીજી લહેરમાં સુરત કોવિડનું હોટ સ્પોટ અને ડેથ સ્પોટ બન્યું હતું, જેને લઈને ફરીવાર આવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા અત્યારથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch