Thu,19 September 2024,12:31 pm
Print
header

નવી એક અફવા....સીએમ ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે રજા પર જવાના છે તેવી અફવા સામે હર્ષ સંઘવીએ આપી ચેતવણી

(ફાઇલ ફોટો)

સીએમ ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે રજા પર નથી જવાના

કેટલાક લોકો ફેલાવી રહ્યાં છે અફવાઓ

ગાંધીનગરઃ થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઇને એવી અફવા ફેલાવવામાં આવી હતી કે તેઓ પોતાના પુત્રની તબિયતને કારણે  સીએમ પદની ખુરશી છોડવા માંગે છે અને હવે ફરીથી અફવા ફેલાવવામાં આવી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે પુત્રની સારવાર કરાવવા માટે અમેરિકા જવાના છે, જેથી એક મહિના માટે કાર્યકારી મુખ્યપ્રધાન કોણ હશે ?

આ વાતને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રદિયો આપ્યો છે અને કહ્યું છે કે ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ એક મહિના માટે અમેરિકા જવાના છે તે વાત ખોટી હોવાનું તેમને જણાવ્યું છે.

સુરતમાં ગણેશ વિસર્જન માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાગળ ચાર રસ્તા આવી પહોંચ્યાં હતા, જ્યાં તેમને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે સીએમ ભૂપેન્દ્ર પટેલને લઇને ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે અને આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch