Sat,16 November 2024,4:28 pm
Print
header

સુરતમાં લગ્નના 12 દિવસ પહેલા જ યુવકે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરતાં ચકચાર – Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર)

ડાયમંડ નગરી સુરતમાં નથી અટકી રહ્યો આપઘાતનો સિલલિસો

એક જ દિવસમાં આપઘાતના ત્રણ બનાવ નોંધાયા

સુરતઃ ડાયમંડ નગરી (diamond city) સુરતમાં (surat) આપઘાતની(suicide) હારમાળા યથાવત છે. શહેરમાં 24 કલાકમાં આત્મહત્યાની વધુ ત્રણ ઘટના બની છે. અમરોલી વિસ્તારમાં લગ્નના 12 દિવસ પહેલા જ યુવકે ટ્રેન (train) સામે ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે.

અમરોલી વિસ્તારમાં આવેલા સાંઈપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષીય નિલેશ મણિલાલ પટેલ છૂટક મજૂરી કરતો હતો. તેણે વરાછા રેલ્વે લાઈન પર ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યાં મુજબ, નિલેશના 12 દિવસ બાદ લગ્ન હતા.તેણે લગ્નના થોડા દિવસ પહેલા કયા કારણોસર આત્મઘાતી પગલું ભર્યુ તે જાણવા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ સિવાય નાણાંવટના મઠીયા ફળિયામાં ચોથા માળના ધાબા પરથી ધવલ કાપડિયા (ઉ.વ.35)એ મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. મૃતક માર્કેટિંગનો વ્યવસાય કરતો હતો.  ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં રહેતા ઓરિસાના વતની નિરંજન પાંડા (ઉ.વ.43)એ બેકારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch