Sat,16 November 2024,4:31 pm
Print
header

ACB ટ્રેપ- સુરતમાં ફાયર ઓફિસર બેચર સોલંકી રૂ.30 હજારની લાંચમાં ઝડપાયા- Gujarat Post

સુરતઃ એસીબીએ સુરતમાં વધુ એક ટ્રેપ કરીને લાંચનો પર્દાફાશ કર્યો છે, બેચર કરમણભાઈ સોલંકી, ફાયર ઓફિસર વર્ગ-3, મોટા વરાછા અને સચિન અરજણભાઈ ગોહિલ (ખાનગી વ્યક્તિ) ની ધરપકડ કરી લેવામાં આવી છે. ખોડલ ચા એન્ડ કોફી શોપ પાસે, તુલસી આર્કેડ, મોટા વરાછામાં ખાનગી વ્યક્તિ સચિન કર્મચારી વતી 30 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો છે.

ફરીયાદીએ કોમર્શિયલ શોપીંગ સેન્ટરની ફાયર સેફટી NOC રીન્યું કરાવવા માટે સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ સેફટી વિભાગમાં અરજી કરેલી હતી, જેથી ક્લાસ-3 કર્મચારી બેચર સોલંકીએ ફરીયાદીને બોલાવીને ઝડપી NOC મેળવવી હોય તો વ્યવહારના 30 હજાર રૂપિયા આપવા પડશે તેમ જણાવી ફરીયાદીને પોતાના વિશ્વાસુ સચિનને પૈસા આપવા કહ્યું હતુ 

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીના ટોલ ફ્રી નં.1064 પર ફોન કરીને એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલી. ફરીયાદીને આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકામાં આરોપી સચિન આવી ગયો હતો. તેનેફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા લીધા હતા.

ટ્રેપિંગ અધિકારી એસ.એન.દેસાઈ, પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એસીબી પો.સ્ટે. મદદમાં શ્રીમતિ એ.કે.ચૌહાણ પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એસીબી પો.સ્ટે, સુપરવિઝન અધિકારી એસ.એસ.ગઢવી, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch