Sat,16 November 2024,7:53 am
Print
header

સુરતઃ વધુ એક સરકારી બાબુ ACB ના સકંજામાં, જીપીએફ વિભાગનો સિનીયર કલાર્ક લાંચ લેતા ઝડપાયો- Gujarat Post

સુરતઃ ભાગળ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની કચેરીમાં જીપીએફ વિભાગનો સિનીયર કલાર્ક લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે. ફરીયાદીના પતિનું અવસાન થયું હોવાથી  તેઓના જીપીએફના નાણાં મેળવવા આ કચેરીમાં અરજી કરી હતી. નાણાંનો ચેક તૈયાર કરી આપવા સિનીયર કલાર્ક સમીર રૂસ્તમ ભગતે ફરીયાદી પાસે લાંચ પેટે રૂ.7,000 ની માંગણી કરી હતી.ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં આ ફરીયાદ આપી હતી.

ફરીયાદને આધારે લાંચનું છટકું ગોઠવીને પંચની હાજરીમાં ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને રૂમ નં.19, ત્રીજો માળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની કચેરીમાં રૂપિયા 7,000 લાંચની રકમ સ્વીકારી હતી, ત્યારે જ એસીબીએ આ ઓપરેશન પાર પાડ્યું હતુ, આરોપીને એસીબીએ ડિટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સ્પેકટર, સુપરવિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક અને તેમની એસીબીની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch