Sat,16 November 2024,6:19 pm
Print
header

સુરતઃ ઉત્તરાયણ પહેલા મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો, છ વર્ષના બાળકનું ધાબેથી પટકાતાં મોત – Gujarat Post

બહેનની નજર સામે ભાઇનું મોત, પરિવાર આઘાતમાં 

(બાળક જે રેસિડેન્સીમાં રહેતો હતો તેની તસવીર)

ઉત્તરાયણ પહેલા મા-બાપ માટે આંખ ઉઘાડતો કિસ્સો

વ્હાલ સોયાના મોતથી પરિવાર અને રેસિડેન્સીમાં શોકનો માહોલ

​સુરતઃ ઉત્તરાયણને (Uttrayan 2022) હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ડાયમંડ નગરી સુરતમાં (diamond city surat) સામે આવ્યો છે. અડાજણ પાલ વિસ્તારમાં બહેન અને મિત્રોની સામે જ પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતાં છ વર્ષના બાળકનું મોત થઇ ગયું છે.એગ્રિકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકના એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

બાળક પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો તે નીલકંઠ એવન્યુના બાળમિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો. તેની મોટી બહેન તેની સાથે જ રહેતી હતી. બે દિવસ પહેલા તેણે પતંગ ચગાવવાની જીદ કરતાં માતાએ પતંગ લાવી આપ્યો હતો. બહેન અને બીજા બાળમિત્રો સાથે જ હતા ત્યારે નીચે પટકાતાં અચાનક બૂમાબૂમ અને ચિચિયારીઓ પડતાં લોકો ભેગા થઈ ગયા હતા.

અગાસી પરથી એટલે કે લગભગ 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો  માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. વ્હાલસોયના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે ઉત્તરાયણ પહેલા દરેક માતાપિતાએ પોતાના સંતાનોનું ધ્યાન રાખવું જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch