Sat,23 November 2024,1:29 pm
Print
header

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ, દુબઇથી આવેલું કપલ ઝડપાયું, કુલ 4 લોકોની ધરપકડ

અંદાજે 700 ગ્રામ સોનું ઝડપી લેવામાં આવ્યું

સુરતઃ ફરી એક વખત સોનાની દાણચોરી ઝડપી પાડવામાં આવી છે, લિક્વિડ ફોર્મમાં ચામડાની આડમાં સોનું લાવવામાં આવ્યું હતુ, જે ઝડપી લેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી દુબઈથી આવતી અનેક ફ્લાઇટમાં ગોલ્ડનું સ્મગલિંગ થતું હોવાની માહિતી મળી હતી, જેના આધારે શનિવારે રાત્રે દુબઈથી આવેલા એક કપલ સહિત 4 લોકોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તપાસ કરી હતી અને તેમની પાસેથી લિક્વિડ ફોર્મમાં લવાયેલું સોનું ઝડપી પાડવામાં આવ્યું હતુ. જેની કિંમત અંદાજે 50 લાખ રૂપિયા જેટલી થાય છે.

પોલીસ અધિકારીઓએ એક બેગની તપાસ કરી તો તેમાં સોનું હતુ અને તેને ઓગાળવામાં આવ્યું હતુ અને જપ્ત કરવામાં આવ્યું હતુ. આ મામલે ડીઆરઆઇ અને કસ્ટમ પણ તપાસમાં જોડાઇ શકે છે.

નોંધનિય છે કે સુરતમાં પહેલા પણ આવી રીતે દુબઇની ફ્લાઇટમાંથી સોનું ઝડપાયું હતુ, સોનાનો ભાવ ઉંચકાતા હવે ગોલ્ડ માફિયાઓ બેફામ બન્યાં છે અને સોનાની દાણચોરી કરી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch