Sun,17 November 2024,7:06 am
Print
header

સુરતમાંઃ પીપલોદના આ એપાર્ટમેન્ટમાં કોરોનાના 11 કેસ આવતા તંત્ર હરકતમાં

સુરતઃ શહેરમાં ફરીથી કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં 11 કોરોનાના કેસ આવતા બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે.આવિષ્કાર એપાર્ટમેન્ટમાં કોરોનાના પાંચ કેસ હતા. પાલિકાએ તપાસ કરતા નવા કેસ મળી આવ્યાં છે. એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેને લઈને ફફડાટ ફેલાઈ ગયો છે. સલામતીના ભાગરૂપે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.

પીપલોદ ખાતે આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના બી બિલ્ડિંગમાં 21 મીએ કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો. વેક્સિનેશન બાદ પણ એપાર્ટમેન્ટમાં એક પછી એક કેસ મળી આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. જો કે સામાન્ય લક્ષણ હોવાથી તમામ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે. ધવંતરી રથ મૂકીને ટેસ્ટિંગ કરવામાં આવતા છ વ્યક્તિઓમાં સંક્રમણ જોવા મળ્યું હતું. આ તમામ લોકોને હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યાં છે.

નોંધનિય છે કે અઠવા લાઇન્સ ખાતે આવેલા મેઘમયુર એપાર્ટમેન્ટમાં નવા કેસ આવ્યાં હતા.નવ કેસ આવતા સીલ કરવામાં આવ્યું હતું. પાલ ખાતે આવેલા સિલ્વર લીફમાં પણ એક પછી એક આઠ કેસ આવતા બિલ્ડિંગ સીલ કરાયું હતું. કોરોનાના કેસોમાં વધારો થવાની આશંકાને પગલે પાલિકાએ કેટલાક વિસ્તારમાં ટેસ્ટિંગ વધારી દીધું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch