Mon,18 November 2024,2:15 am
Print
header

સુરતમાં 14 દિવસના માસૂમ બાળકનું કારોનાથી મોત, માતા-પિતા પર તૂટી પડ્યું આભ

સુરતઃ રાજ્યમાં સૌથી ગંભીર સ્થિતી સુરત અને અમદાવાદની બની રહી છે સુરતમાં કોરોના વાઇરસના સતત નવા કેસ આવી રહ્યાં છે કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે અનેક બાળકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં 14 દિવસના માસૂમ બાળકનું કોરોના સંક્રમણને લીધે મોત થઇ ગયું છે.
 
આ બાળકને કિડની અને ખેંચની બીમારી હતી અને તેને કોરોના વાઇરસનું સંક્રમણ લાગ્યું હતુ. પોતાના નાનકડા પુત્રના મોત પર તેના પિતા રોહિતભાઇ વસાવાએ કહ્યું કે તેને કોરોનાનું સંક્રમણ લાગત તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને આજે તેનું મોત થઇ ગયું છે જેથી માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે, રાજ્યનો આ પહેલો કિસ્સો છે જેમાં માત્ર 14 દિવસના બાળકનું કોરોનાનો ચેપ લાગ્યા પછી મોત થઇ ગયું હોય.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch