Fri,15 November 2024,12:14 pm
Print
header

સુરતનો સનસનીખેજ કિસ્સો, 15 વર્ષનો યશ બાઇક લઇને ફરવા નીકળી ગયો અને બસની ટક્કરે તેનું મોત થઇ ગયું

સુરતઃ ઘણી વખત તમારા બાળકો શું પગલું ભરે છે તેની તમને ખબર નથી હોતી અને કેટલાક કિસ્સાઓમાં માતા-પિતાએ આખી જિંદગી પસ્તાવું પડે છે. સુરતમાં 15 વર્ષનો યશ માતા-પિતાને જાણ કર્યાં વગર બાઇક લઇને ફરવા નીકળી ગયો અને ખાનગી લક્ઝરી બસની ટક્કરથી તેનું મોત થઇ ગયું.

રેશ્મા સર્કલ તરફ જતા ફ્લાય ઓવર બ્રિજ પાસે થયો અકસ્માત

ફરાર બસ ડ્રાઇવરની શોધખોળ કરી શરૂ

શહેરના પુણાગામમાં રહેતો અને 9 માં ધોરણમાં અભ્યાસ કરતો યશ આ દુનિયામાં નથી રહ્યો, તેના માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. બસે તેની બાઇકને ટક્કર મારી અને તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું, એકઠા થઇ ગયેલા લોકોએ પોલીસને જાણ કરી અને બાદમાં તેની ઓળખ થતા તેના પરિવારજનોને અકસ્માતની જાણ કરવામાં આવી હતી.

ત્યારે આવા કિસ્સાઓ અટકાવવા માટે માતા-પિતાએ જ પોતાના સંતાનોનું ધ્યાન રાખવું જોઇએ અને કોઇ બેદરકારી ચલાવી લેવી જોઇએ નહીં. ચામુંડાનગર સોસાયટીમાં રહેતા મનિષભાઈ ટાંક એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરે છે. તેમના પુત્રના મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch