સુરતઃ પિતરાઇ ભાઇ અને બહેન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ પરિવારે રૂપિયા ભેગા થાય ત્યાં સુધી તેમને લગ્નની રાહ જોવાની કહી હતી. પરંતુ તેમની ધીરજ ખૂટી પડતા બંનેએ એક જ હુકમાં લટકીને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આપઘાતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. બનાવની જાણ થતા સચીન જીઆઇડીસી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
સુરત શહેરના સચિન જીઆઈડીસીની શિવાંજલી સોસાયટીમાં પ્રેમી પંખીડાઓએ હૂકમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું છે. પિતરાઈ ભાઈ-બહેન પ્રેમમાં પડ્યાં બાદ લગ્ન માટે રૂપિયા ભેગા થાય પછી લગ્ન કરાવવાની પરિવારે વાત કરતાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ બાદ બન્નેએ આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કરી દેતાં ચર્ચાનો વિષય બન્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકનાં ભાઈનાં જણાવ્યાં અનુસાર, સંતરામ રામસેવક નિશાદ ચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ હતો તેઓ મૂળ યુપીના રહેવાસી હતા. સંતરામ સચિન જીઆઈડીસીમાં જરી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો, ભાઈ સહિત 6 લોકો એક જ રૂમમાં રહેતા હતા. સવારે કામ પર ગયા બાદ ભાઇ સાંજે સાત વાગે રૂમ પર પાછો આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. અંદર પ્રવેશ કરતાં બન્ને એક હૂક સાથે દુપટ્ટો અને કપડું બાંધીને લટકતી હાલતમાં જોવા મળ્યાં હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી.
ઘટનાસ્થળે આવેલી પોલીસે પેપરવર્ક કરી બન્નેના મોબાઈલ જપ્ત કર્યા હતા. બન્નેએ લગભગ 4-5 મહિનાથી જ એકબીજાને ઓળખતાં હોવાનું અને પ્રેમમાં હોવાનું ઇન્દરે જણાવ્યું હતું. લગ્ન કરાવી આપવા સંતરામ 2-3 દિવસ પહેલાં જીદ કરતો હતો. પૈસા ભેગા થાય એટલે લગ્ન કરાવી દઈશ, એમ કહ્યું હતું. આખરે બન્નેએ આપઘાત કરી લીધો હતો.
મૃતક પૂનમ ઉર્ફે લક્ષ્મીના (ઉં.વ. 17) પિતા ગંગાચરણે આ અંગે કહ્યું હતું કે અમે અક્ષય પટેલની ચાલ શિવાંજલી સોસાયટી સચિન જીઆઈડીસીમાં રહીએ છીએ. હું યુપીનો રહેવાસી અને ટીએફઓ ઓપરેટર તરીકે કામ કરી એક દીકરી અને એક દીકરાનું ગુજરાન ચલાવું છું, દીકરી સાથે આપઘાત કરી લેનાર મૃતક સંતરામ મારો ભાણિયો થાય છે. બન્નેના પ્રેમપ્રકરણની જાણ થયા બાદ હું વતન જઈ બહેનને બન્નેના લગ્નની વાત કરવાનો જ હતો.જો કે બન્નેની ધીરજ ખૂટી ગઈ અને આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દીકરી પુનમ દોઢ મહિના પહેલાં જ પહેલી વાર સુરત આવી હતી. બન્ને એકબીજાને વતનથી જ ઓળખતા હતાં.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં ગર્ભવતી મહિલાની ઘાતકી હત્યા, સાસુએ તેના શરીરના ટુકડા કરી ગટરમાં ફેંકી દીધા | 2024-11-18 09:16:54
ખડગે RSS-ભાજપની સરખામણી ઝેર સાથે કરી, કહ્યું- ઝેરી સાપને મારી નાખવો જોઈએ | 2024-11-18 09:01:38
દાઉદના નજીકના હાજી સલીમે ISIના ઈશારે ભારત મોકલ્યો ડ્રગ્સનો જથ્થો, પોરબંદરમાં જપ્તી પર મોટો ખુલાસો | 2024-11-18 08:39:04
નોઈડામાં થઈ રહી છે પ્રતિબંધિત માંસની દાણચોરી, 4 કરોડનું ગૌમાંસ જપ્ત કરીને નાશ કરાયું, 5 લોકોની ધરપકડ | 2024-11-18 08:21:53
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22