Sat,16 November 2024,2:12 pm
Print
header

સુરતમાં કેરટેકરે 8 મહિનાના બાળક પર કર્યો અત્યાચાર, બાળકને કાન આમળીને પલંગ પર પછાડતા થયું બ્રેન હેમરેજ - Gujarat Post

સુરતઃ નોકરી કરતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, શહેરના રાંદેરમાં કેરટેકરે 8 મહિનાના માસૂમ બાળક પર પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો, તેણે મિનીટો સુધી બાળકને પલંગ પર પછાડ્યું, કાન આમળીને હવામાં ફંગોળ્યો અને માર માર્યો હતો, જેને કારણે બાળક બેહોશ થઈ ગયું હતુ, બાળકને માતા-પિતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, તેને માથામાં ઈજા થઇ હોવાથી બ્રેન હેમરેજ થઇ ગયું છે, ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેરટેકરની હેવાનિયત કેદ થઈ ગઈ હતી

રાંદેરમાં હીમગીરી સોસાયટીમાં શિક્ષકે 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા  કેરટેકરે રાખી હતી. કેરટેકર કોમલ છેલ્લા 3 મહિનાથી આવતી હતી, બાળકના પિતા સ્કૂલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં જોબ કરે છે. સ્થાનિકોએ વાલીને જણાવ્યું કે તમે ઘરેથી નોકરી પર જાઉં ત્યારે બાળકો ખૂબ રડતાં હોય છે આથી વાલીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા, જેને કારણે કેરટેકરની આ હરકત સામે આવી ગઇ હતી જેને આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch