Sat,16 November 2024,6:54 pm
Print
header

સુરતઃ કેમિકલ ટેન્કર ખાલી કરતી વખતે ઝેરી અસરથી 6 લોકોનાં મોત, 23 ને ગૂંગળામણ- Gujarat Post

(ગૂંગળામણ બાદ હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી છે)

નવા વર્ષની શરૂઆત જ ગોઝારી ઘટનાઓથી થઈ હતી

વૈષ્ણોદેવી બાદ સુરતમાં પણ બની જીવલેણ ઘટના

સુરતઃ નવા વર્ષની શરૂઆત જ ગોઝારી ઘટનાઓ બની રહી છે. હવે ડાયમંડ સિટી સુરતમાં સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતાં ઝેરી અસરથી 6 લોકોનાં મોત થઇ ગયા છે, 23થી વધુ મજૂરો અને કારીગરોને ગૂંગળામણ થતાં હોસ્પિટલ ખેસડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો,બચાવ કામગીરી શરૂ કરી છે.

GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરથી 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા.ત્યારે અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતાં ગેસ ફેલાયો હતો, જેને કારણે ઉંઘી રહેલા મજૂરો અને મિલના કારીગરો પર અસર થઈ હતી. હાલ આ તમામ મજૂરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

મૃતકોના નામ સુલતાન (ઉં.વ. 30), કાલીબેન (ઉં.વ. 20), સુરેશભાઈ (ઉં.વ. 30) હોવાનું જાણવા મળ્યું છે. અન્ય મૃતકોની ઓળખની કામગીરી શરૂ છે. બીજી તરફ આ ઘટના પછી તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch