Sun,17 November 2024,11:23 am
Print
header

સુરતઃ કેમ્પસમાં રમતા માસૂમ બાળકને કારે અડફેટે લેતા મોત, પરિવારે ભારે હૈયે બાળકની આંખોનું કર્યું દાન

સુરતઃ શહેરના સિટી લાઈટના સૂર્ય પ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહન ચાલકે સાડા ત્રણ વર્ષના બાળકને અડફેટે લેતા તેનું મોત થઇ ગયુ છે. ગુરુવારે મોડી સાંજે બનેલી ઘટનાથી માસૂમ બાળકના મૃતદેહને જોઈને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે અમે દીકરો ગુમાવ્યો છે પણ તેની આંખ કોઈનામાં જીવિત રહેશે, અને તે અમને જોઇ શકશે, બસ એ જ અમારી યાદ રહેશે' અને સાડા ત્રણ વર્ષના બાળકની આંખો ડોનેટ કરવામાં આવી છે.

કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં સેવર નામનો બાળક અન્ય બાળકો સાથે રમતો હતો. એક સફેદ કારનો ચાલક સેવરને કચડીને ભાગી ગયો હતો. બાળકોના ઉહાપોહને લઈને સોસાયટીના લોકો ભેગા થયા હતાં. સેવરને લોહીના ખાબોચિયામાં જોઈ ધ્રુજી ગયાં હતા.તાત્કાલિક પરિવારને જાણ કરતા પુત્રને જોઈ પરિવારના હોશ ઉડી ગયા હતાં. ઇજાગ્રસ્ત બાળકને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, માથામાં ઇજા થવાથી તબીબો બાળકને બચાવી શક્યા ન હતા. અને આ જૈન પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી છે તેઓ 15 વર્ષથી સુરતમાં રહીને કાપડનો ધંધો કરે છે, તેમને ત્રણ સંતાનોમાં સાડા ત્રણ વર્ષનો સેવર સૌથી નાનો પુત્ર હતો. માસુમ સેવરની જિંદગી કચડી નાખનાર કાર ચાલક CCTV માં કેદ થઈ ગયો છે. જેની ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. શોકમાં ડૂબેલા પરિવારે માસૂમ સેવરની આંખો ડોનેટ કરી પુત્રને જીવંત રાખ્યો છે. સિવિલ હોસ્પિટલના ચક્ષુદાન કરીને બાળકની અંતિમવિધિ કરાઈ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch