Mon,18 November 2024,9:55 am
Print
header

નવા ઘરના જે રૂમમાં રહેવાના આયુષે સપના જોયા હતા તે જ રૂમમાં મળ્યું મોત

સુરતઃ સચિન વિસ્તારમાં વિચિત્ર ઘટના સામે આવી છે. એક 12 વર્ષનો બાળક પોતાના જ નવા બંધાઈ રહેલા ઘરનું બાંધકામ જોવા ગયો હતો. જ્યાં હાઈટેન્શન લાઈનમાંથી લાગેલા કરંટથી બાળકનું મોત નિપજ્યું છે. જે ઘરમાં હજુ ગૃહપ્રવેશ પણ થયો ન હતો, ત્યાં એક બાળકનો જીવ ગયો હતો. પરિવારના એકના એક પુત્રના મોતથી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. 

મૂળ મધ્યપ્રદેશના વતની જયપ્રકાશ મિશ્રા વર્ષોથી સુરતમાં રહે છે.તેઓ સચિનના પાલી ગામના કૈલાશ નગરમાં રહેતા હતા. જયપ્રકાશને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. કરિયાણાની દુકાન ચલાવતા જયપ્રકાશ મિશ્રાના ઘરનું બાંધકામ ચાલી રહ્યું હતું. તેમના 12 વર્ષીય પુત્ર આયુષનો રૂમ મકાનના ત્રીજા માળે તૈયાર થઈ રહ્યો હતો. પોતાનો રૂમ જોવા આયુષ ત્યાં જતો હતો.

આયુષના રૂમમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યાંથી આગનો ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી તેના પિતા જયપ્રકાશ તાત્કાલિક દોડી ગયા હતા. તેમણે જોયું કે, આયુષ જમીન પર પડેલો હતો. તેના એક હાથમાં લોખંડના સળિયાનો એક છેડો હતો. બીજો છેડો હાઈટેન્શન લાઈનને અડી રહ્યો હતો. જેને સ્પર્શતા જ ધડાકો થયો હતો. આ જોઈને જયપ્રકાશ હેબતાઈ ગયા હતા. તાત્કાલિક આયુષને હોસ્પિટલમાં લઈ ગયા હતા.સચિન GIDC પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ગંભીર રીતે દાઝી ગયેલા આયુષને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતના સમાચાર સાંભળી પતિ-પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે ઘરમાં તેઓ હોંશેહોંશે રહેવા જવાના હતા, તે જ ઘર તેમના પુત્રને ભરખી ગયું. જે રૂમમાં રહેવાના આયુષે સપના જોયા હતા તે જ રૂમમાં તેને મોત મળતા તેનો પુરો પરિવાર આઘાતમાં ચાલ્યો ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch