Sun,17 November 2024,1:17 pm
Print
header

સુરતમાં 9 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ થતાં ફફડાટ

સુરતઃ રાજ્યમાં કોરોનાના વળતા દિવસો શરૂ થયા હોય તેમ છેલ્લા થોડા દિવસોથી કેસની સંખ્યા સતત ઘટી રહી છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોટ સ્પોટ અને ડેથ સ્પોટ બનેલા સુરતમાં પણ હાલ કોરોનાના કેસ ઘટી ગયા છે. પરંતુ અહીં એક 9 માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ફફડાટ ફેલાયો છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાના ટ્રોમા સેન્ટરમાં અત્યાર સુધીમાં 450 બાળકોની શારિરીક તપાસ કરવામાં આવી છે. જેમાં 9 માસની એક બાળકીનો બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ડોક્ટરોએ તેના પરિવારના સભ્યોને તેના સંપર્કમાં આવેલા લોકોને પરીક્ષણ કરાવવાની સલાહ આપી છે. હાલ ચોમાસાની સીઝનમાં શરદી, તાવ અને ખાંસીને કારણે રોજ 200થી વધુ બાળકો સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ઓપીડી સારવાર માટે આવે છે. જેમાં ડોક્ટરો 20થી 30 બાળકોની તપાસ માટે ટ્રોમા સેન્ટરમાં મોકલે છે.જે બાદ ઓપીડીમાં ડોક્ટરો વધુ સારવાર શરૂ કરે છે. બાળ દર્દીઓના સગીઓને પહેલા ઓપીડીમાં પછીથી ટ્રોમા સેન્ટરમાં કોરોના રિપોર્ટ કરાવવા જવું પડે છે.

સુરત શહેર-જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા હતા.જે બાદ શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143484 પર પહોંચી છે,કોરોનાનો કુલ મૃત્યુંઆંક 2114 થયો છે.​​​​​​​ અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141298 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચુક્યા છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch