Sat,16 November 2024,10:07 am
Print
header

સુરત પાંડેસરા કેસ: માતા-પુત્રી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો- Gujarat post

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષ પહેલાંના માતા અને બાળકી રેપ-હત્યા કેસના આરોપીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યો છે. આ કેસ મામલે સુરત કોર્ટ દ્વારા આવતીકાલે 5 માર્ચ 2022 ના રોજ સજા સંભળાવવામાં આવશે. પાંડેસરા વિસ્તારમાં એક માતા અને બાળકીની લાશ 2018ના રોજ એક ઝાડી-ઝાંખરા વિસ્તારમાંથી મળી આવી હતી. પહેલા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં બીજા દિવસે માતાનો મૃતદેહ જીવાઉ બુડિયા પાસે હાઇવે નજીક ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. પોલીસે તેનો કબ્જો લઈને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે માતા અને બાળકી સાથે પહેલા રેપ થયો હતો. બાદમાં તેમને તડપાવીને હત્યા કરાઇ હતી. એટલું નહીં આરોપી દ્વારા અનેકવાર માતા અને બાળકીને ઢોર માર મરાયો હતો. બાદમાં માસુમ બાળકીની અને માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધા હતા.

સુરત પોલીસે આ કેસને ગંભીરતાને લઈને જે-તે સમયના પોલીસ કમિશનર સતિષ શર્મા દ્વારા અલગ અલગ 15 ટીમો બનાવવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. આ રેપ વિથ હત્યાના કેસમાં સંડોવાયેલ મુખ્ય આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર અને મદદ કરનાર આરોપીને હરિઓમ ગુર્જરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલ બંન્ને આરોપીઓને સુરત પોલીસને સોંપવામાં આવ્યાં હતા. ત્યારે આ મામલે 4 વર્ષ બાદ સુરત કોર્ટ દ્વારા મુખ્ય આરોપી અને મદદ કરનાર આરોપીને દોષિત ઠેરવાવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch