Sat,16 November 2024,10:30 am
Print
header

સુરત પાંડેસરા કેસ: માતા-પુત્રીના મર્ડર અને દુષ્કર્મ કેસમાં આરોપીને ફટકારાઇ ફાંસીની સજા- Gujarat post

સુરતઃ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનારા સુરતના પાંડેસરા કેસ (pandesara rape case) માં આરોપી હર્ષ સહાય ગુર્જરને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. 2018માં આરોપીએ માતા અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, પછી તેમની બંનેેની હત્યા કરી નાખી હતી.જેના કેસની આજે થયેલી સુનાવણીમાં સુરત કોર્ટે આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા ફટકારી છે.આ ગુનામાં સહ આરોપી હરીઓમને આજીવન કેદની સજા ફટકારાઇ છે.2018માં થયેલા આ ચકચારી દુષ્કર્મ કેસમાં 4 દિવસ પહેલાં સુરત કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યાં હતા 7 માર્ચે સજા સંભળાવવાનો આદેશ આપ્યો  હતો.આ કેસના મુખ્ય આરોપી હર્ષ સહાય ગુર્જર વિરુદ્ધ 302, 323, 201, 376(2) (i) (j) (m), પોકસો એકટની કલમ 5,(i), (m), સેક્શન 6 મુજબ ગુનો નોંધાયો હતો. સહ આરોપી હરિઓમ ગુર્જર વિરુદ્ધ કલમ 201, 364, 114 મુજબ ગુનો દાખલ થયો હતો. 

પાંડેસરા દુષ્કર્મ કેસની વિગતો

પાંડેસરામાં 2018માં આરોપીઓ રાજસ્થાનથી માતા અને પુત્રીને ખરીદીને સુરત લાવ્યાં હતા. ત્યાર બાદ માતા-પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યાં બાદ આરોપીએ પુત્રીની નજર સામે તેની માતાની હત્યા કરી હતી.બાદમાં 10 દિવસ સુધી પુત્રીને ઘરમાં ગોંધીને તેના પર પણ બળાત્કાર ગુજાર્યો હતો. ક્રૂરતા પૂર્વક બાળકીની પણ હત્યા કરીને લાશ ઝાડી-ઝાંખરામાં ફેંકી દેવાઈ હતી. પોલીસને માતા-પુત્રીની લાશ અલગ અલગ વિસ્તારોમાંથી મળી આવી હતી.લાશની તપાસ કરતાં બાળકીના શરીર પર 78 જેટલા ઇજાના નિશાન મળ્યાં હતા. માતા-પુત્રીની લાશ જુદા-જુદા વિસ્તારમાંથી મળી હોવાથી બાળકી અને માતાની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાયા હતા, જેમાં બંને લાશ માતા-પુત્રીની હોવાનો ખુલાસો થયો હતો. આ કેસ ઉકેલવા માટે પોલીસે 7 હજાર જેટલા પોસ્ટર્સ લગાવ્યાં હતા, અનેક  સીસીટીવી કેમેરા ચેક કર્યાં હતા જેમાં પોલીસે એક ગાડીની ફ્લેશ લાઇટને ટ્રેક કરીને ગુનો ઉકેલી કાઢ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch