Mon,18 November 2024,3:03 am
Print
header

સુરતના સ્મશાનોમાં વેઇટિંગ, એક એમ્બ્યુલન્સમાં 14 મૃતદેહ લવાયાનો દાવો

સુરતઃ રાજ્યમાં કોરોનાને લઇને સુરત હવે સૌથી ખતરનાક શહેર બની ગયું છે. અહીના સ્મશાનોમાં લાશોના ઢગ દેખાઇ રહ્યાં છે જેના પરથી સ્પષ્ટ છે કે સરકાર મોતના આંકડા છુપાવી રહી છે ગઇકાલથી અત્યાર સુધી અશ્વિનીકુમાર સ્મશાનમાં અંદાજે 125 મૃતદેહ લવાયા હતા, ઉમરા સ્મશાનમાં 90, કુરુક્ષેત્ર સ્મશાનમાં અંદાજે 100 મૃતદેહ લવાયા હતા, અશ્વિનીકુમાર સ્મશાનમાં એમ્યુલન્સમાં એક સાથે 14 મૃતદેહો લવાયાનો અહીં ઉપસ્થિત લોકોએ દાવો કર્યો છે જેના પરથી સ્પષ્ટ છે કે સુરતની સ્થિતી ગંભીર છે અને જનતાએ સાવચેત રહેવાની જરૂર છે.

કોરોનાના સંક્રમણથી શહેરમાં સ્થિતી એટલી ખતરનાક છે કે સ્મશાનમાં અંતિમવિધી માટે પણ ભલામલો કરવી પડી રહી છે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 4 કલાકથી પણ વધુ સમય રાહ જોવી પડે છે સુરતમાં સતત કોરોનાના દર્દીઓનો આંકડો ઉપર જઇ રહ્યો છે, મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેથી અમારી પણ તમને અપીલ છે કે જરૂર હોય તો જ બહાર જજો બાકી ઘરમાં જ રહો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરજો નહીં તો તમે જ તમારા પરિવારને ખતરામાં મુકી શકો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch