Mon,18 November 2024,3:33 am
Print
header

સુરતની સ્થિતી અતિ ગંભીર, સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાઇનો પછી હવે કચરાના ટ્રકમાં લવાયા વેન્ટિલેટર

સુરતઃ કોરોના હવે કન્ટ્રોલ બહાર થઇ રહ્યો છે આજે સુરતમાં નવા 603 અને ગ્રામ્યમાં 185 કેસ નોંધાયા છે. શહેરના સ્મશાનોમાં મૃતદેહોની લાંબી લાઇનો લાગ્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે જેના પરથી ખબર પડી શકે છે કે શહેરમાં કોરોનાએ હડકંપ મચાવી નાખ્યો છે હવે શહેરમાં વલસાડની હોસ્પિટલથી વેન્ટિલેટર લાવવામાં આવ્યાં છે કોર્પોરેશનના કચરાના ટ્રકમાં આ વેન્ટિલેટર શહેરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે અને કોઇએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

વેન્ટિલેટર સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જેના પરથી ખ્યાલ આવે છે કે શહેરની હોસ્પિટલોમાં વેન્ટિલેટરની કમી છે અને દર્દીઓની સંખ્યા વધી રહી છે સુરતમાં હોટલોમાં પણ કોવિડના વોર્ડ બનાવવામાં આવ્યાં છે. સરકારી તંત્ર દ્વારા સુરતમાં કોરોનાના આંકડા અને મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ લાગી રહ્યાં છે.

સુરતવાસીઓને અમારી પણ અપીલ છે કે શક્ય હોય તો ઘરની બહાર હાલમાં ન નીકળશો અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરશો, નોંધનિય છે કે આજે રાજ્યમાં કોરોનાના નવા 3160 કેસ આવ્યાં છે અને 15 લોકોનો કોરોનાએ ભોગ લઇ લીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch