Sat,16 November 2024,7:51 pm
Print
header

GST SCAM- અધધ... 9 કરોડ રૂપિયાથી વધુની બોગસ આઇટીસી મેળવી લીધી અને અધિકારીઓને ખબર પણ ન પડી !

સુરતઃ ફરી એક વખત કૌભાંડીઓએ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે, સુરતમાં DGGI એ પાડેલા દરોડામાં 9.10 કરોડ રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઇ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે, આટલું મોટું બોગસ બિલિંગનું કૌભાંડ થઇ ગયું અને અધિકારીઓ ઉંઘતા રહ્યાં,આ વાત માન્યામાં આવે તેમ નથી, આવા કૌભાંડીઓને કયા અધિકારીઓ મદદ કરી રહ્યાં છે તે સામે લાવવું જરૂરી છે.

પાંડેસરાના નોવા કોમ્પલેક્સમાં આવેલા આપ્સા એન્ટરપ્રાઈઝમાં DGGI એ દરોડા કરતા આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. કૌભાંડીઓએ 30 થી વધુ બોગસ પેઢીઓ ઉભી કરીને 9.10 કરોડ રૂપિયાની આઇટીસી લઇને સરકારી તિજોરીને મોટું નુકસાન કર્યું છે. આ તમામ પેઢીઓનું સંચાલન પારસમલ બાલચંદ આંચલિયાએ કર્યું હતુ.

આ પેઢીઓની સાથે અન્ય અનેક બોગસ પેઢીઓના બોગસ ઇનવોઇસ બનાવીને આ સમગ્ર કૌભાંડ આચરનારા અનેક આરોપીઓની DGGI એ શોધખોળ શરૂ કરી છે, આશંકા છે કે અમદાવાદની પણ અનેક બોગસ પેઢીઓ સામે કાર્યવાહી થઇ શકે છે. ધરપકડ કરાયેલા  પારસમલ બાલચંદ આંચલિયાની પૂછપરછમાં હજુ અનેક કૌભાંડીઓના નામ સામે આવી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch