Sat,16 November 2024,4:32 pm
Print
header

સુરતઃ યુવકે નશામાં એસિડ ગટગટાવ્યું, બહેનના લગ્નના મહિના પહેલા જ પરિવારે દીકરો ગુમાવ્યો - Gujarat Post

સુરતઃ દારૂના નશામાં ભાન ભૂલેલા યુવકે પાણીની જગ્યાએ એસિડ પી લેતાં તેનું મોત થઇ ગયું છે. મૃતક જિતેન્દ્ર ઓડિશાનો રહેવાસી હતો અને સંચાનો કારીગર હતો.  પિતાના નિધન બાદ પરિવારનો એક આર્થિક સહારો છીનવાઈ જતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આવતા મહિને બહેનના લગ્ન હોવાથી ઘરે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી.

મૃતક જિતેન્દ્ર રઘા જેના (ઉ.વ 22) મૂળ ઓડિશાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારી માટે સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેનો અને વિધવા માતાનો એક આર્થિક સહારો હતો. દારૂના નશામાં એસિડ પી લીધા બાદ રૂમ પાર્ટનર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. જિતેન્દ્રના મોતની જાણ તેના મિત્રોએ વતનમાં રહેતા પરિવારને કરતાં જ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.એક મહિના બાદ તેની બહેનના લગ્ન પણ હતા.જિતેન્દ્ર સંચાના કારખાનામાં સંચા કારીગર તરીકે કામ કરતો હતો. પાંડેસરા પોલીસે આ ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch