Sat,16 November 2024,4:30 pm
Print
header

પિતાની બેદરકારીએ દીકરીનો લીધો ભોગ, પોતાના જ ટ્રેક્ટર નીચે કચડી નાખી- Gujarat Post

સુરતઃ પિતાની બેદરકારીએ માસૂમ દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી છે, નવા બનતા કોમ્પ્લેક્સમાં કામ કરી રહેલા પિતાએ ટ્રેક્ટર ચલાવતી વખતે ભૂલથી પોતાની જ દીકરીને કચડી નાંખી,ટ્રેક્ટર રિવર્સમાં લેતા પાછળથી બૂમ પડી હતી કે કોઈ નીચે કચડાઈ ગયુ છે. નીચે જોયું તો તેમની 3 વર્ષની દીકરી ટ્રેક્ટરના પૈડા નીચે કચડાઈ ગઇ હતી. લોહી લુહાણ હાલતમાં દીકરીને હોસ્પિટલમાં લઈ જતા ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.

ઘટના સુરતના અડાજણ-પાલ વિસ્તારની છે, મૂળ જાલોદનો રહેવાસી સુરેશ બારિયા ત્રણ મહિનાથી સુરતના અડાજણ વિસ્તારમાં નવનિર્મિત શ્રીપથ કોમ્પ્લેક્સમાં મજૂરી કામ કરે છે. સુરેશ બારિયા પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે રહેતો હતો.  કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં કામ માટે ટ્રેકટર મગાવ્યું હતું. આ ટ્રેક્ટર રિવર્સમાં જતા પાછળથી બૂમ પડી હતી કે, કોઈ નીચે કચડાઈ ગયું છે. સુરેશે નીચે ઉતરીને જોયુ તો તેની 3 વર્ષની દીકરી શીતલ ટ્રેક્ટરના પૈડા નીચે કચડાઈ ગઇ હતી. શીતલને હોસ્પિટલમાં લઈ ગયા બાદ હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.

સુરેશની બંને દીકરીઓ કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં રમી રહી હતી. દીકરી શીતલ ટ્રેક્ટરની પાછળ છે તેની સુરેશને ખબર ન હતી કે, આ ઘટનાથી સુરેશ અને તેની પત્ની આઘાતમાં આવી ગયા હતા. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch