Sat,16 November 2024,12:11 pm
Print
header

હત્યારા ફેનિલનો દાવો, પોલીસને કહ્યું તે લોકોએ મારા માતા-પિતાને માર મારતા મેં આ પગલું ભર્યું- Gujarat Post

સુરતઃગ્રીષ્માની હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણી પોલીસના સંકજામાં આવી ગયો છે, પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર ફેનિલે એક નિવેદન આપ્યું છે કે ગ્રીષ્મા સાથે તેની ઓળખાણ ગ્રીષ્માના મિત્ર પવન કળથિયા કરાવી હતી. ધીમે ધીમે ગ્રીષ્મા અને ફેનિલનો પરિચય થયો ત્યાર બાદ ગ્રીષ્માના મેસેજ આવતા હતા, બંને વચ્ચે મુલાકાત શરૂ થઈ ગઇ હતી. 22 ડિસેમ્બરે ગ્રીષ્માની બર્થ ડે હતો ત્યારે તેઓ બંને આર વી પટેલ કોલેજમાં મળ્યાં હતા, પછી ફરવા ગયા હતા.

ગ્રીષ્માનો ફોન તેના મામાના હાથમાં આવતા ફેનિલ અને ગ્રીષ્માના ફોટા જોતા પ્રેમસંબંધની જાણ થઈ હતી. ગ્રીષ્માએ આ વાત ફેનિલને કરી હતી, ગ્રીષ્માએ કહ્યું કે હવે તું મારી સાથે વાત ના કરીશ. હું તને સામેથી મેસેજ કરીશ. ગ્રીષ્માના મામા અને કાકાએ ફેનિલને અમરોલી JZ કોલેજ પાસે બોલાવીને ધમકાવ્યો હતો. ગ્રીષ્માના મામા અને કાકાએ કહ્યું હતું કે જે લફડું છે તે બંધ કરી દેજે. નહીં તો તારો વારો કાઢી નાખીશ. ફેનિલે કહ્યું હતું કે ગ્રીષ્મા સાથે મારે પ્રેમસંબંધ છે એટલે અમારા લગ્ન કરાવી આપો. મામાએ કહ્યું તારા ઘરે ચાલ. તારા મમ્મી પપ્પાને મળવું છે.

સમાજમાં બદનામી થશે એવા ડરે ફેનિલે મળવાની ના પાડી હતી. ગ્રીષ્માના મામાએ ફેનિલ પાસેથી ફોન લઈને ફોટો, મેસેજ  ડિલિટ કરાવી દીધા હતા. ફેનિલે એવું પણ નિવેદન આપ્યું કે એક દિવસ રાત્રે ફોર વ્હીલર લઈને 5 થી 7 લોકો ફેનિલના ઘરે આવ્યાં હતા. તું ફેનિલ છે કહીને તેમણે લાફો માર્યો હતો. ફેનિલે પણ સામે લાફો માર્યો હતો. તે લોકોએ ફેનિલના માતા-પિતાને માર માર્યો હતો. આ ઘટના પછી ફેનિલને મનમાં લાગી આવતા આ પગલું ભર્યું હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જો કે હજુ સુધી સત્ય શું છે તે સામે આવ્યું નથી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch