Sat,16 November 2024,8:25 am
Print
header

GST નું રૂ.63 કરોડનું કૌભાંડ આવ્યું સામે, સુરતમાંથી કોસ્મેટીક-બ્યુટી પ્રોડક્ટના વેપારી મુનવ્વર ઇસ્માઇલ મેમણની ધરપકડ- Gujarat Post

સ્ટેટ જીએસટી વિભાગને મોટી સફળતા

વિભાગ દ્વારા અનેક કૌભાંડો કરાયા ઉજાગર 

સુરતમાં વધુ એક સ્કેમ આવ્યું સામે  

સુરતઃ સ્ટેટ જીએસટી વિભાગને મોટી સફળતા મળી છે. ઇકોનોમીક ઓફેન્સ વિંગે (EOW) સુરતમાં કોસ્મેટીક અને બ્યુટી પ્રોડક્ટના વેપારી મુનવ્વર ઇસ્માઇલ મેમણની ધરપકડ કરી લીધી છે. 63.46 કરોડ રૂપિયાની કરચોરીમાં તેની ધરપકડ કરાઇ છે. શહેરના ચૌટા બજાર અને તેની આસપાસ કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટના નામે બોગસ પેઢીઓ ઉભી કરાઇ હતી. જેમાં સુરત અને અમદાવાદની ટીમે આ કૌભાંડ બહાર પાડ્યું છે. 

એનઆર ગ્રુપ સાથે જોડાયેલી એનઆર બ્યુટી વર્લ્ડ, એનઆર જ્વેલર્સ, એનઆર બેંગલ્સ અને એનઆર ફીટ ઇન નામની પેઢીઓ ચાલી રહી હતી, જીએસટીની ટીમ દ્વારા તેમના ધંધાના સ્થળો અને ગોડાઉનની તપાસ કરાઇ હતી. જેમાં ઓછું વેચાણ બતાવીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરાતી હતી, સાથે જ કાચા બિલ પર ધંધો કરાઇ રહ્યો હતો અને ટેક્સ ચોરી કરાતી હતી. બંગળી પર 3 ટકા, ઇમિટેશન જ્વેલરી પર 18 ટકા, બ્યુટી પ્રોડક્ટ પર 18 ટકા, ફૂટવેર પર 12 ટકા અને લેડિઝ પર્સ પર 12 ટકા જીએસટી લાગે છે, જેમાં જીએસટીની ચોરી કરાતી હતી 

તપાસ દરમિયાન કાચી ચિઠ્ઠીઓ સહિતના મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા હતા. સાથે જ મુખ્ય કૌભાંડી મુનવ્વર ઇસ્માઇલ મેમણ હોવાનું સામે આવતા તેની ધરપકડ કરીને તેને અમદાવાદમાં એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરીને કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની માંગણી કરવામાં આવી છે. હાલમાં આ કૌભાંડની ઉંડી તપાસ કરાઇ રહી છે, જેમાં બોગસ બિલિંગની પણ તપાસ કરાઇ રહી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch