Mon,18 November 2024,6:22 am
Print
header

સુરતમાં વધુ એક GST કૌભાંડ, ગરીબોને ફટકારવામાં આવી લાખો રૂપિયાના બાકી ટેક્સની નોટિસો

સુરતઃ અલંગમાં બોગસ બિલિંગનો કિંગ ગણાતો શખ્સ હવે સુરતમાં મોટાપાયે બોગસ કંપનીઓ બનાવીને બોગસ આઇટીસી લઇને સરકારને ચૂનો લગાવી રહ્યો છે, કેટલાક અધિકારીઓની મદદથી આ શખ્સ વર્ષોથી સરકારને મુર્ખ બનાવી રહ્યો છે આ બધાની વચ્ચે ડાયમંડ સીટીમાં વધુ એક બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતમાં જીએસટી વિભાગે 20 જેટલા લોકોને 1 લાખથી લઇને 2 કરોડ રૂપિયા સુધીની બાકી ટેક્સની નોટિસ ફટકારી છે. આ લોકો સામાન્ય મજૂરી કરીને ઘર ચલાવતા લોકો છે. 

લીંબાયતના સંજયનગર, મદન નગરમાં રહેતા અનેક લોકોને જીએસટી વિભાગે નોટિસ ફટકારી છે. કોઇ કૌભાંડીએ તેમના ડોક્યુમેન્ટને આધારે જીએસટી નંબર લઇને બેંક એકાઉન્ટ પણ શરૂ કરાવ્યાં હતા માત્ર કાગળ પર ધંધો બતાવીને બોગસ આઇટીસી લઇ લીધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ઓનલાઇન શૂઝ ટ્રેડિંગના નામે કોઇ કૌભાંડીએ ગરીબોના નામે જીએસટી નંબર લઇને કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે. 

આ કેસમાં અનેક લોકો ભોગ બન્યાં છે તેઓ કહી રહ્યાં છે કે તેમને થોડા પૈસાની લાલચમાં ડોક્યુમેન્ટ કોઇ કૌભાંડીને આપ્યાં હતા જેને કારણે તેઓ ફસાઇ ગયા છે અને તેમના નામે બનેલી બોગસ પેઢીઓના બેંક ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન પણ થઇ ગયા છે. જીએસટી વિભાગ જો આ કૌભાંડની ઉંડી તપાસ કરે તો અનેક કૌભાંડીઓના નામ સામે આવે તેમ છે આ કૌભાંડના અલંગ-ભાવનગર કનેક્શનની પણ તપાસ થવી જરૂરી છે.

નોંધનિય છે કે સુરતના બોગસ બિલિંગ કેસમાં 2 લોકોની ધરપકડ કરાઇ છે રાજેશ વસંતલાલ લુંગીવાલા અને તેના ભાઇ ચેતન વસંતલાલ લુંગીવાલાની ધરપકડ કરી લીધી છે. આ કેસની ઉંડી તપાસમાં અન્ય માથાઓના નામ પણ ખુલી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch