Sat,16 November 2024,3:04 pm
Print
header

અનૈતિક સંબંધોનો કરૂણ અંજામઃ 5 મહિના પહેલા પ્રેમી સાથે ભાગી જગારી પત્નીને પતિએ પતાવી દીધી – Gujarat Post

(પત્નીની હત્યા કરનારા પતિની ફાઇલ તસવીર)

પ્રેમી સાથે ભાગેલી પત્નીને પતિ પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખી પરત લઈ આવ્યો હતો

પત્ની સુધરવાના બદલે પ્રેમીને મળતી હતી

પોલીસ સ્ટેશનમાં હાજર થતા પહેલા પતિએ પુત્રને બરાબર કામ કરવાની શીખ આપી

સુરતઃ  (surat varachha)વરાછાના હીરાબાગ (hirabag) નજીક આવેલી ક્ષમા સોસાયટીમાં રહેતા અને હીરાના કારખાના માં મેનેજરની (diamond manager) નોકરી કરતા શખ્સની પત્નીના અન્ય પુરૂષ સાથે પ્રેમસંબંધ હતા, તેનાથી કંટાળીને પતિએ જ પત્નીને પતાવી (husband murder wife) દીધી હતી, એક વખત  પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખી સમજાવીને પતિ તેને પરત લઇ આવ્યો હતો. તેમ છતાં તે નહીં સુધરતાં પતિએ રોષે ભરાઈને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. 

મળતી વિગત પ્રમાણે બે દિવસ બાદ દંપત્તિએ વતનમાં મોટાભાઈના દીકરીની સગાઈ પ્રસંગે જવાનું હતું. પણ પત્નીએ આવવાની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈને ગળું દબાવીને પતિએ ઠંડા કલેજે પત્નીની હત્યા કરી નાખી હતી. આરોપી વિઠ્ઠલ ખીમાણીયા હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેના પરિવારમાં બે પુત્રો છે.

તેની પત્ની પાંચ મહિના પહેલા અન્ય યુવાન સાથે પ્રેમસંબંધ થતાં પરિવારને છોડીને ભાગી ગઈ હતી. પરંતુ વિઠ્ઠલ તેની સાથે સમાધાન કરીને પાછી લઇ આવ્યો હતો. તેમ છતાં તે સુધરી ન હતી. પત્નીની હત્યા કર્યાં બાદ પોલીસ મથકે પહોંચી તેણે સમગ્ર વાત કહી હતી. પોલીસ મથકમાં તેણે કહ્યું, સમાજમાં મરદ પુરુષની આબરૂ હોય છે. મારી પત્ની અન્ય સાથે સંબંધ ધરાવતી હતી. પાંચ મહિના પહેલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. મેં મારા બે પુત્રોના ભવિષ્યની ચિંતા કરીને તેને માફ કરી ઘરે લાવ્યો હતો,છતાં પ્રેમીને મળતી હતી, આ સંબંધને કેમ સાંખી લેવાય. પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા પુત્રને શીખ આપી હતી કે બરોબર કામ કરજે અને નાનાભાઈને અભ્યાસમાંથી ઉઠાડી લઈને કારખાને હીરા ઘસવાના કામે લગાડી દેજે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch