Mon,18 November 2024,4:04 am
Print
header

સુરતમાં પતિએ પત્નીને વીડિયો કોલ કરીને પ્રેમિકા સાથે માણ્યું શરીરસુખ..

સુરતઃ શહેરમાં પત્ની પર થઇ રહેલા અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીને વીડિયો કોલ કરી પ્રેમિકા સાથે શરીરસુખ માણ્યું હતું. બાદમાં પરિણીતાએ પતિને સમજાવ્યો હતો, પરંતુ પતિ ન માનતા પરિણીતાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ વીડિયો કોલના સ્ક્રીન શોટ સાથે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

સુરતના અમરોલી વિસ્તારમાં પરિણીતા પોતાની માતાને ત્યાં રહે છે, પરિણીતાના લગ્ન વર્ષ 2009માં રમેશ નામના યુવક સાથે થયા હતા.આ દંપતીને બે પુત્રો છે. છેલ્લા કેટલાક સમયથી પતિ રમેશના અડાજણની એક મહિલા સાથે પ્રેમસંબંધ છે પતિ તેની પ્રેમિકાને ત્યાં રહેવા લાગ્યો હતો. પોતાનું લગ્ન જીવન બચાવા માટે પરિણીતાએ પતિ અને તેની પ્રેમિકાને ઘણી વાર સમજાવવાના પ્રયત્નો કર્યાં હતા.પરંતુ પતિની પ્રેમિકાએ ગાળો આપી હતી અને થાય તે કરી લેજે, હું તારા પતિ સાથે જ રહેવાની છું તેમ કરી મને માર માર્યો હતો. ત્યાર બાદ પતિને ફોન કર્યો હતો. જેમાં પતિએ પત્નીને કહ્યું હતું કે, આજે કા તો તું મરીજા કા તો હું મરી જઈશ. આ બાબતે પતિ સાથે અનેક વખત ઝગડા થતા હતા. પતિ કેટલીક વાર પરિણીતાને માર મારતો હતો. કંટાળીને પરિણીતા પોતાની માતાના ઘરે રહેતી હતી.

પતિએ પત્નીને વીડિયો કોલ કર્યો જ્યારે પ્રેમિકા સાથે શરીરસુખ માણતો હતો. આ સાથે પત્ની છૂટાછેડા નહીં આપે તો ઘરે નહીં આવાની ધમકી પણ આપતો હતો. પત્નીએ તે સમયના વીડિયો કોલના સ્ક્રીન શોટ લઈ લીધા હતા તેને આધારે પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પતિ અને તેની પ્રેમિકાના ત્રાસથી કંટાળી પરિણીતાએ માતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું.જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch