સુરતઃ પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં એક પતિએ ક્રૂર બનીને પત્નીની હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં 24 વર્ષીય યુવતીની લાશ મળી આવતાં પોલીસને જાણ કરાઇ હતી. આ યુવતી વ્યવસાયે વકીલ હતી. પતિએ તેને હોટલમાં બોલાવીને છરીથી પેટ ચીરી નાખ્યું હતું અને બંને હાથના કાંડા અને નસો પણ કાપી નાખી હતી.
પાલમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પલેક્ષમાં આવેલી ધ બુલ ગ્રૂપ હોટેલમાં ગુરૂવારે સાંજે એક કપલ આવ્યું હતું. સાંજ સુધીમાં રૂમનો દરવાજો નહીં ખુલતા કંઈક અજુગતુ થયું હોવાની શંકા જતા હોટેલના મેનેજરે સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે તેમાંથી એક યુવક બહાર આવીને ભાગી ગયો હતો. રૂમની અંદર તપાસ કરતા મહિલાનું પેટ ચીરીને હાથની નસો કાપેલો મૃતદેહ પડ્યો હતો. હોટલના મેનેજરો આ અંગે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને સરકારી હોસ્પિટલમાં મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.
મૃતક નીશી ચૌધરી અડાજણ વિસ્તારની રહેવાસી અને વ્યવસાયે વકીલ હતી. હત્યા કરનાર તેના પતિનું નામ રોહિત કાટકર છે.આરોપી રોહિત અડાજણ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. ત્યારબાદ તેને પાલ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ મામલે રોહિતની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી.
આરોપી રોહિતે જણાવ્યું હતું કે 2022માં હું અને નીશી ચૌધરી કેમ્પ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યાં હતા. ત્યારબાદ નીશી અને રોહિત વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ધીમે ધીમે બંન્ને એકબીજાની નજીક આવ્યાં હતા. તેમણે પરિવારથી આ વાત ખાનગી રાખી હતી. રોહિતને ખબર હતી કે પરિવાર નીશી સાથેનો તેનો આ સંબંધ નહીં સ્વીકારે. ડિસેમ્બર 2022માં વકીલની પ્રેક્ટિસ કરતી નીશી અને રોહિતે ચોરી છુપીથી પરિવારની વિરુદ્ધ લવ મેરેજ કર્યાં હતા. બંને પરિવારની જાણ બહાર પતિ-પત્નીની જેમ રહેતા હતા. માર્ચ 2023માં નીશી અને રોહિત સાથે હોય એવી તસવીરો અંગે બંનેના પરિવારને જાણ થઈ હતી. રોહિતને નીસીની સાથે રહેવું હતું.
રોહિતના ઘરે રહેવા ગયા બાદ નીશી પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. જાતિ વિશે શબ્દો બોલીને ત્રાસ આપતા હતા. નીશીને નોકરી છોડવા માટે ટોર્ચર કરતા હતા. માતા-પિતાની ચઢામણીથી રોહિત ઉશ્કેરાઈને નીશી સાથે મારઝૂડ કરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. નીશી પર સાસુ, સસરા, પતિ, જેઠ અને મામા સસરા સહિતના માનસિક ત્રાસ ગુજારતા હતા. નીશીથી વધુ ત્રાસ સહન ન હતા ઓગસ્ટ 2023માં પિતાના ઘરે ચાલી ગઈ હતી. ત્યારબાદ નીશીએ સાસરિયાઓ દ્વારા ગુજારવામાં આવતા ત્રાસ અંગે પરિવારને જણાવ્યું હતું. કંટાળીને રોહિત તેને હોટલમાં બોલાવીને ક્રૂરતાપૂર્વક હત્યા નાખી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અદાણીને બીજો જોરદાર ઝટકો, અમેરિકાની કાર્યવાહી બાદ કેન્યાએ પણ કરોડો ડોલરનો પ્રોજેક્ટ રદ્દ કર્યો | 2024-11-21 20:34:09
યુક્રેન પર રશિયાનો જોરદાર હુમલો, પહેલી વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી | 2024-11-21 19:37:55
રાજકોટમાં BAPS મંદિરને પીજીવીસીએલે ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો | 2024-11-21 19:22:27
ACB ટ્રેપઃ ભાવનગરના આ પોલીસકર્મી 50 હજાર રૂપિયાની લાંચના છટકામાં ફસાયા | 2024-11-21 18:49:11
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પેસેન્જર વાહન પર હુમલો, 39 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-21 18:38:33
રૂ.1 કરોડની છેતરપિંડી.. અમદાવાદમાં સાયબર ડિજિટલ અરેસ્ટમાં બિલ્ડર ફસાયા | 2024-11-21 15:25:35
અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત- Gujarat Post | 2024-11-21 13:11:15
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
Surat માં આધેડે ગુદા માર્ગમાં નાંખી દીધી પ્લાસ્ટિકની બોટલ અને પછી.... | 2024-11-20 11:40:24
સુરતમાં ઝોલા છાપ ડોક્ટરોએ ખોલી મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસે કરી કાર્યવાહી | 2024-11-19 17:42:55
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20