Sun,17 November 2024,7:11 pm
Print
header

પતિ, પત્ની ઔર વોઃ પત્નીને કહ્યું હું અન્ય યુવતીને પ્રેમ કરુ છું તેની સાથે લગ્ન કરવાનો છું, તને ફાવે તો રહે નહી તો..

પ્રતિકાત્મક ફોટો

પાદરાઃ તાલુકાના લતીપુરામાં બીજી યુવતી સાથે અનૈતિક સંબંધો રાખતા પતિએ પત્ની પર અત્યાચાર કર્યો છે. તેના પિતાના ઘરેથી દહેજ લઇ આવવાનું કહી ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા પોલીસ ફરિયાદ નોધાઇ છે. લતીપુરા ગામે રહેતી રંજન સોઢા (પરમાર)એ પતિ હર્ષદ, જેઠ અર્જુનસિંહ, સાસુ નર્મદાબેન અને નણંદ ભારતી સંજય વાઘેલા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ જણાવ્યું છે કે મારા લગ્ન માર્ચ- 2010 માં થયા હતાં. લગ્ન બાદ સંતાનમાં બે પુત્રો છે લગ્નના પાંચ વર્ષ સારી રીતે પસાર થયા હતા. બાદમાં સાસુ અને જેઠ મારા પતિની ચઢામણી કરતા હતા કે કરિયાવરમાં કંઇ લાવી નથી. પતિના અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધો છે, આ અંગે પતિને કહું તો પતિ કહેતો કે હું તેને પ્રેમ કરુ છું એની સાથે થોડા સમયમાં લગ્ન કરવાનો છું, તને ફાવે તો મારા ઘરમાં રહેજે નહી તો તારા દીકરાઓને લઇ તારી માતાના ઘરે જતી રહેજે.

પરિણીતાએ પોલીસને જણાવ્યું કે પતિના અન્ય સાથેના સંબંધોની સાસુ અને નણંદને જાણ કરી તો તેઓ એમ કહેતા કે તે યુવતી પૈસાની મદદ કરે છે, તું કરિયાવરમાં કંઇ જ લાવી નથી એક ખૂણામાં પડી રહે. પતિ દારૂ પીને આવતો અને મને તેમજ પુત્રોને માર મારતો હતો, મને અને પુત્રોને ઘરમાંથી કાઢી મૂક્યા છે. પતિએ ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કરવો છે તેમ કહી પિયરમાંથી પૈસા લાવવાની માંગ કરી હતી. પોલીસે આ બાબતની ફરિયાદ નોધીને કાર્યવાહી શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch