Sun,17 November 2024,4:53 pm
Print
header

હું ભગવાન પાસે જવા માંગુ છું લખીને યુવતીએ કર્યો આપઘાત, 15 દિવસ બાદ હતી સગાઇ

સુરતઃ શહેરમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે.કતારગામમાં રહેતી યુવતીએ સગાઇના 15 દિવસ પહેલા જ, 'હું ભગવાન પાસે જવા માંગુ છું, મારા આ પગલા પાછળ કોઈ જવાબદાર નથી' તેવી સ્યૂસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી  છે. આ યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

વિગતો અનુસાર કતારગામની યુવતીએ સગાઈ પહેલા જ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવતીએ લખેલી સ્યૂસાઈડ નોટ કબ્જે કરી હતી. જેમાં યુવતીએ ‘હું ભગવાન પાસે જવા માગું છું, મારા મોત માટે કોઇ જવાબદાર નથી, હું મારી મરજીથી આ પગલું ભરુ છું.’ એવું લખાણ કર્યું હતું.જેને લઈને પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી.

યુવતીએ ઘરે લોખંડની એંગલ પાસે કપડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો.પરિવારના જણાવ્યાં પ્રમાણે તેની મરજીથી જ એક મહિના પહેલા સગાઈની વાત ચાલી રહી હતી.15 દિવસ બાદ તેની સગાઇ થવાની હતી. જો કે તેણે સગાઇ પહેલા જ કયા કારણોસર પગલું ભર્યું તે જાણી શકાયું નથી. આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, આ યુવતીએ આત્મહત્યા કરતા પહેલા સ્યૂસાઇડ નોટ લખી હતી. જેમાં "હું મારી મરજીથી પગલું ભરૂ છું" આ પગલાં પાછળ કોઈ જવાબદાર નથી. હું ભગવાન પાસે જવા માંગુ છું. પોલીસે સ્યૂસાઇડ નોટને લઈ આગળની તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch