Mon,18 November 2024,8:13 am
Print
header

પાટીદારો થયા AAP ના ! કેજરીવાલે તક્ષશિલા અગ્નિકાંડની જગ્યા પરથી કહ્યું 5 વર્ષ આપો પાછલા 25 વર્ષ ભૂલી જશો

સુરતઃ ખાસ કરીને પાટીદારોના વિસ્તારોમાં આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની રેલીને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. જે દ્રશ્યો જોઇને ભાજપની ઉંઘ ઉડી ગઇ છે. કેજરીવાલે જે તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમ બાળકોના મોત થઇ ગયા હતા તે જગ્યાએ ભાષણ આપતા કહ્યું કે આમ આદમી પાર્ટીને તમે જેમ સુરતમાં પ્રવેશ અપાવ્યો તેમ જ ગુજરાતમાં એન્ટ્રી કરાવવાની છે તમે અમને 5 વર્ષ આપો પાછળના 25 વર્ષમાં ન થયેલા કામો તમે ભૂલી જશો.

કેજરીવાલે શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ પર વાત કરતા કહ્યું કે ધોરણ 10 અને 12 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓએ અહીં એડમિશન માટે ધક્કા ખાવા પડી રહ્યાં છે અહી હજારો યુવાઓ બેરોજગાર છે કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરીને કહ્યું કે કોર્પોરેશનમાં આપના 27 કોર્પોરેટરો હવે તક્ષશિલાના 22 માસૂમ મૃતક બાળકોના પરિવારજનોને ન્યાય અપાવશે. સાથે જ કેજરીવાલે કહ્યું કે આપના તમામ જીતેલા કોર્પોરેટરો હવે ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલશે અને જનતાને ન્યાય અપાવશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch