Sun,17 November 2024,12:06 am
Print
header

તમારી આંખો પણ ભીની થઇ જશે, I Love You So Much Rishu, કહીને માતાએ ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવીને કરવી પડી હત્યા

માતાએ સ્યૂસાઇડ નોટ લખીને જાતે પણ ગળેફાંસો ખાઈ લીધો

સુરતઃ રાંદેર રોડ વિસ્તારમાં માતાએ ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવીને હત્યા કર્યાં બાદ પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પતિથી અલગ રહેતી મહિલાએ સ્યૂસાઇડ નોટમાં પતિના અફેર અંગે અને માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. મૃતક મહિલાના પિતાના જણાવ્યાં પ્રમાણે દીકરી પિંકી અને રિશુ સવારે ઊઠ્યા નહોતા, જેથી માતા ઉઠાડવા માટે ગયા અને રૂમનો દરવાજો ખોલ્યો તો અંદર બંનેને મૃતદેહ પડ્યાં હતાં. ત્યાર બાદ 108 ને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતુ, બંનેના મોત થઇ ગયા હતા. પતિના શારીરિક અને માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાના આરોપ છે.  

મૃતક પિંકીબેનને હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું ત્યારબાદ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. પતિ L&Tમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ અલગ રહેતાં હતાં. પતિના અફેરની જાણ થતા પિંકીબેન શ્રીમંતના એક દિવસ પહેલા જ પિયર આવી ગયા હતા. બાદમાં પિંકીબેને દીકરાને જન્મ આપ્યો હતો. લગ્ન કર્યા બાદ સાસુ અને જમાઈ પ્રેગનેન્સીને લઈ માનસિક હેરાનગતિ કરતા હતા. મૃતક મહિલાના પિતાના જણાવ્યા પ્રમાણે ખૂબ જ દુઃખ સહન કરીને પણ દીકરી જમાઈને જ પ્રેમ કરતી હતી અને કહેતી હતી કે મારા દીકરાનો બાપ એક જ રહેશે. સાડા ત્રણ વર્ષ દીકરી અને પૌત્ર મારા ઘરમાં રહ્યાં બાદ પણ જમાઈ જોવા પણ આવ્યો ન હતો. મારી દીકરીને આવું પગલું ભરવા માટે મજબૂર કરનાર આખી જિંદગી જેલમાં સડવો જોઇએ.

મહિલાએ લખેલી એક સ્યૂસાઇડ નોટ પ્રમાણે, આપઘાત કરનારી મહિલા તેના પતિ સતિષના અફેર અંગે જાણતી હતી. લખ્યું છે કાશ! સતિશ, તું સમજતો, તારી મા પણ સમજતી. મને અને રિશુને તારી બહુ જરૂર હતી. તું અને તારી પ્રેમિકા પણ ક્યારે નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી મા, મારું ઘર તોડવાવાળી તારી મા. જો ઘર બનાવવાનું જ ના હોય તો તારી માએ 3 લગ્ન શું કામ કરાવ્યાં. શું કામ મારી જિંદગી બરબાદ કરી નાખી. તારું અફેર હતું, મને ખબર પડી એ જ દિવસે હું આત્મહત્યા કરવાની હતી, પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું તારી પ્રેમિકા અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારી માએ.

મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. મારો દિલનો ટુકડો, મારી જાન મારો રિશુ, સોરી દીકરા, આવી રીતે તને મારવા માટે.મારા ઢીંગલાને મારી નાખતા વખતે હાથ ખૂબ જ ધ્રૂજતા હતા અને હું બહુ રડતી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch