Tue,24 September 2024,8:56 pm
Print
header

અલ્પેશ કથિરીયાએ કુમાર કાનાણીને ગણાવ્યાં નામર્દ, અલ્પેશે સરકારી યોજનાનો લાભ લીધો અને ભાજપને જ ગાળો આપી

પહેલા જે અલ્પેશને ખભા પર બેસાડ્યો હતો તેની જ સામે થયા કાનાણી

ગ્રીષ્માનો હત્યારો આપણા વિરોધી ઉમેદવારના ગ્રુપઃ કાનાણી 
 
સુરતઃ
વિધાનસભાની ચૂંટણીમાં માહોલ જામી રહ્યો છે, હવે ઉમેદવારો પણ નિમ્નકક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યાં છે, વરાછા બેઠક પર પાસના અલ્પેશ કથિરીયા આપમાંથી ચૂંટણી મેદાને ઉતર્યાં છે, સામે ભાજપે ફરીથી કુમાર કાનાણી પર વિશ્વાસ મુક્યો છે, હવે આ નેતાઓ આમને સામને આવી ગયા છે.

કાનાણીએ કહ્યું કે મફતની વાતો કરનારા અને ભાજપને ગાળો આપનારાએ સરકારી યોજનાનો લાભ લીધો છે, અલ્પેશ કથિરીયાએ અમારી ભાજપ સરકારની આયુષ્યમાન યોજનામાંથી તેમના માતાનું ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતુ, સામે અલ્પેશ કહ્યું કે આ લોકો હવે પરિવારને વચ્ચે લાવી રહ્યાં છે, કાનાણી નામર્દ છે. મારા માતાનું ઓપરેશન કેવા સંજોગોમાં કરાવવું પડ્યું હતુ તે પણ જોવું જોઇએ.

વરાછામાં પાટીદાર આંદોલન બાદ અલ્પેશનો દબદબો વધી ગયો છે, એક સમયે કુમાર કાનાણીએ અલ્પેશને ખભે બેસાડ્યો હતો અને હવે તેઓ ચૂંટણીમાં એકબીજાના દુશ્મન બની ગયા છે. કાનાણીએ એમ પણ કહ્યું કે ગ્રીષ્માનો હત્યારો પણ આપણા વિરોધી ઉમેદવારના ગ્રુપનો હતો, હત્યારા ફેનિલને લઇને પણ હવે સુરતમાં રાજનીતિ શરૂ થઇ ગઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch