Sun,17 November 2024,3:20 am
Print
header

સુરતઃ વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ, નમાજ પઢવા કરતો હતો દબાણ

પ્રેમજાળમાં ફસાવીને સગીરાને જિંદગી કરી નાખી બરબાદ 

(Demo Pic)

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કર્યાં બાદ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.દરમિયાન તેને અનેક લાલચો આપીને તેને ભગાડી ગયો હતો. તેના પર દુષ્કર્મ કર્યું હતું અને નમાજ પઢવા દબાણ પણ કરતો હતો.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ, પુણા વિસ્તારમાં મોહંમદ અલી મલિકે નામ બદલીને રાહુલ પટેલ તરીકે રહેતો હતો. તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી, જે બાદ તેનું અપહણકરીને ભગાડી ગયો હતો. તેણે સગીરાને અલગ અલગ સ્થળોએ અને ફાર્મ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ, બાદમાં તેની અસલીયત સામે આવી હતી. તેણે પીડિતાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યુ હતું,જબરદસ્તીથી નમાજ પઢવા દબાણ કરતો હતો.

દબાણ કરીને કહ્યું હતુ કે હું મુસ્લિમ છું, તારે ઈસ્લામ ધર્મ અંગીકાર કરવો પડશે, બુરખો પહેરવો પડશે. મૌલવી પાસે જઈને નિકાહ પઢીશું તેમ પણ કહ્યું હતું. જેથી ગભરાઈ ગયેલી સગીરા મોકો જોઈ નાસી છૂટી હતી ઘરે આવીને હકિકત માતા-પિતાને જણાવતા તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch