Sat,16 November 2024,5:58 pm
Print
header

ફરીથી લોકડાઉનનો ડર ! સુરતમાંથી ફરી પરપ્રાંતિય શ્રમિકોએ શરૂ કર્યું પલાયન – Gujarat Post

(ફાઈલ તસવીર)

કોરોના વકરતાં લોકડાઉનના ડરથી શ્રમિકોમાં ફફડાટ

પ્રથમ લહેરમાં પડેલી હાડમારીને કારણે અગમચેતીના ભાગ રૂપે છોડી રહ્યાં છે સુરત

સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં શ્રમિકો વતન જવા ઉમટ્યાં

સુરતઃ રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યુ છે. દરમિયાન ફરીથી લોકડાઉન નાખવામાં આવશે તેવી અફવાઓ વહેતી થઇ છે.જો કે હજુ સુધી લોકડાઉનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં પરપ્રાંતિય શ્રમિકોમાં ફફડાટ ફેલાયો છે. ડાયમંડ સીટી  સુરત શહેરમાંથી મોટા પ્રમાણમાં શ્રમિકોએ પલાયન શરૂ કરી દીધું છે.

માર્ચ 2020માં લાદવામાં આવેલા લોકડાઉન બાદ ધંધા રોજગાર થાળે પડ્યા પછી પાછા ફરીથી પરપ્રાંતિય શ્રમિકો રોજગારી માટે સુરત આવ્યાં હતા.પરંતુ હવે ફરી તેમણે વતન જવાનું શરૂ કર્યુ છે.પહેલી લહેર વખતે પહેલી હાડમારીને કારણે અગમચેતીના ભાગરૂપે શ્રમિકો અત્યારથી જ શહેર છોડી રહ્યાં છે.

સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં શ્રમિકો વતન જવા ઉમટી પડ્યા છે. શહેરના કતારગામ, કામરેજ, લસકાણા, ડિંડોલી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાંથી શ્રમિકો ગ્રુપ બનાવીને પલાયન થઈ રહ્યાં છે. કેટલાક શ્રમિકોના મતે તેમને મિલ માલિકોએ છૂટા કરી દીધા છે, જેને કારણે સ્થિતિ કફોડી બની છે, આર્થિક સંકડામણથી શહેર છોડી રહ્યાં છે. બીજી તરફ કોરોનાન કારણે લોકડાઉનનો પણ ડર સતાવી રહ્યો છે. ત્યારે જો શ્રમિકો જતા રહેશે તો સુરતમાં ફરીથી ઉદ્યોગ-ધંધા પર માઠી અસર પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch