Sun,17 November 2024,2:53 am
Print
header

માતા-પિતા સાવધાન, સુરતમાં ચોથા માળની ગેલરીમાંથી બે વર્ષનું બાળક નીચે પટકાતા મોત

માતાની નજર સામે જ એકના એક પુત્રના મોતથી પરિવાર આઘાતમાં 

સુરતઃ સાયણની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ચોથા માળની ગેલેરીમાં રમતો 2 વર્ષનો બાળક નીચે પટકાતા તેનું મોત થઇ ગયું છે, માતા રસોઈ બનાવતી હતી તે વખતે માતાની નજર સામે જ આ દુર્ઘટના બની હતી. પરિવાર તાત્કાલિક બાળકને સિવિલ લઈ આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, એકના એક દીકરાના મોતને લઈને સિવિલ હોસ્પિટલમાં પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું.

પરિવાર કાનપુરનો રહેવાસી છે, મૃતકના પિતા પ્રમોદ સ્વાઈ લૂમ્સ ખાતાના માસ્ટર છે. 2 વર્ષીય સાહિલને રમતો છોડીને માતા રસોઈ બનાવી રહી હતી.સાહિલ રમતાં રમતાં ગેલરીમાંથી નીચે પડતા માતાએ નજરે જોયું હતું, માતા દોડીને નીચે ગઇ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. આ ઘટનાથી પરિવાર આઘાતમાં ચાલ્યો ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch