Sat,16 November 2024,7:18 pm
Print
header

એક બાજુ નવા વર્ષની ઉજવણી, બીજી બાજુ 4 વર્ષની માસૂમને બનાવાઇ હવસનો શિકાર - Gujarat Post

પિતરાઈ બહેનને બોલાવવા નીકળેલી માસૂમ પર મિત્રના ઘરે આવેલા હવસખોરે આચર્યું દુષ્કર્મ 

સુરતઃ નવા વર્ષની ઉજવણીના ઘોઘાટ વચ્ચે સુરતના અમરોલી-કોસાડ આવાસમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આવાસમાં એક તરફ નવા વર્ષની ઉજવણી કરતા લોકો ડીજે વગાડી રહ્યાં હતા બીજી તરફ જન્મદિવસની પાર્ટી ચાલતી હતી, આવા માહોલનો ફાયદો ઉઠાવીને મિત્રના ઘરે આવેલા હવસખોરે એકલતાનો લાભ લઈને પિતરાઈ બહેનને બોલાવવા નીકળેલી માસૂમને હવસનો શિકાર બનાવી હતી. એક રૂમમાં ખેંચી જઈને અહીં દુષ્કર્મ કર્યું હતું. ડીજેના ઘોંઘાટમાં બાળકીનો અવાજ દબાઈ ગયો હતો. માતાને સમગ્ર ઘટનાની જાણ થતા નરાધમને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બાળકી અમરોલી-કોસાડ આવાસમાં રહે છે, તેના પિતા એક ઈન્ડસ્ટ્રીઝમાં સંચા ખાતામાં મજૂરીકામ કરે છે, 1 જાન્યુઆરીએ તેઓ રાતની નોકરી પર ગયા હતા. ઘરે ચાર વર્ષની માસૂમ બાળકી અને પત્ની એકલાં  હતા. પત્નીએ ચાર વર્ષની બાળકીને કાકીની દીકરીને ઘરે લઈ આવવા માટે મોકલી હતી. ત્યાર બાદ બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. એક કલાકની શોધખોળ બાદ સામે આવ્યું હતુ કે હેમંતને મળવા આવેલો અકબર ઉસ્માન રાય (ઉં.વ.30 ) ઘરમાં ખેંચી ગયો હતો. માતા તાત્કાલિક હેમંતના ઘરે દોડી ગઈ હતી. દરવાજો અંદરથી બંધ હોવાથી મહિલાએ દરવાજો ખખડાવ્યો છતાં નહીં ખોલતાં  મહિલાઓએ દરવાજો તોડવાની કોશિશ કરી હતી,બાદમાં નરાધમ અકબર ઉસ્માન રાયે બાળકી પર દુષ્કર્મ કર્યાં બાદ દરવાજો ખોલ્યો હતો, બાળકીને જોઈ કંઈક અજૂગતું થયું હોવાની આશંકાને લઈને માતાએ રાડારાડ કરતા ઘરમાં કંઈ થયું હોવાની જાણ થતાં હેમંત પણ દોડી આવ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ થયાની જાણ થતા હેમંતે અકબર ઉસ્માન રાયને રૂમમાં ગોંધી રાખ્યો હતો. પોલીસમાં ફરિયાદ નોંધાવતાં અકબર ઉસ્માન રાય સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી લેવાયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch