(demo pic)
- પેરાસિટામોલને બદલે ડાયાબિટીસની દવા આપી હતી
- આરોગ્ય મંત્રીની કડક તાકીદ, હેલ્થ વર્કર સસ્પેન્ડ
સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકામાં આરોગ્ય વિભાગની ગંભીર અને જીવલેણ બેદરકારી સામે આવી છે. મમતા દિવસ અંતર્ગત આયોજિત રસીકરણ સેશન દરમિયાન માસૂમ બાળકોને પેરાસિટામોલના બદલે ભૂલથી ડાયાબિટીસની હેવી દવા આપી દેવામાં આવતાં તમામની તબિયત લથડી હતી. ગંભીર આડઅસર (રિએક્શન) થવાને કારણે તમામ બાળકોને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવા પડ્યા હતા.
મળતી વિગતો અનુસાર, કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા પલસાણા-1 સબ સેન્ટર ખાતે ગત 24 મી સપ્ટેમ્બરના રોજ મમતા દિવસ નિમિત્તે રસીકરણ યોજાયું હતું. અહીં કુલ 7 બાળકોને રસી આપવામાં આવી હતી. સામાન્ય રીતે રસી આપ્યાં બાદ તાવ કે દુખાવામાં રાહત રહે તે માટે પેરાસિટામોલ આપવામાં આવે છે. જો કે, ફરજ પરના કર્મચારીએ મોટી ચૂક કરીને પેરાસિટામોલના બદલે ડાયાબિટીસના દર્દીઓ માટે વપરાતી ભારે દવા 'ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી.' આપી દીધી હતી.

















